Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ખારી નદી નજીક આવેલ પુલીયા પરથી પટકાયેલા બે અજાણ્યા યુવકોના મોત

ભુજ ફાયર સ્ટેશનની ઘટના સ્થળે પહોંચેલી ટીમ દ્વારા બને યુવકોના મૃતદેહ બહાર કઢાયા…

આજે મોડી સાંજે લગભગ 8 – 15 ના અરસામાં ખારી નદીથી કોડકી જતા માર્ગ પર આવેલ એક પુલિયા પરથી બે યુવકો કોઈ અગમ્ય કારણોસર નીચે પડતા બંને યુવાનોના મોત થયાનું જાણવા મળે છે. ભુજ ફાયર સ્ટેશનને કોઈ વ્યક્તિ દ્વારા ફોન આવતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા તપાસ હાથ ધરીને નીચે પટકાયેલા બંન્ને લોકોને બહાર કઢાયા હતા પરંતુ બંને યુવકો ગંભીર ઇજાઓ થવાથી અને પાણીમાં ડૂબી જતાં મોત થયાનું જાણવા મળે છે. ભુજ ફાયર સ્ટેશનની ટીમના ઓફિસર સચિન પરમાર સાથે રવિરાજ ગઢવી, નરેશ લોહરા, ફાયરમેન રફીક ખલીફા, હિરજી ખાંભલીયા, કમલેશ મતિયા, કરણ જોશી, વિનોદ લોહરા વગેરે જોડાયા હતા. આ બંને યુવકોના મૃતદેહ PM માટે હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. નોંધનીય છે કે આજે સવારે પણ ભુજના હમીરસર તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં આજે સાંજે ખારી નદી રોડ પર બીજી ઘટના બનતા શહેરમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

માંડવીમાં 28’મી ઓક્ટોબરને શનિવારના રોજ જનકલ્યાણ મેડિકલ સોસાયટી તથા ઝવેરબેન લખમશી હરદાસ વાડીયા તરફથી સ્ત્રીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

Kutch Kanoon And Crime

81 હજારનો દારૂ 10 હજારનો મોબાઈલ અને બે બુટલેગરો સાથે 91 હજારનો મુદામાલ કબ્જે કરતી અંજાર પોલીસ

શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું : પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી

Kutch Kanoon And Crime

Leave a comment