Kutch Kanoon And Crime
GujaratAbdasaKutchSpecial Story

આવતીકાલે મોટી સિંધોડી ગામની નદી પર બનનાર ‘કોઝવે’નું ધારાસભ્યશ્રીના હસ્તે ખાત મુહૂર્ત

અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામની નદી પર રૂપિયા 540 લાખના ખર્ચે બનનાર ‘કોઝવે’ પુલનું અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રધુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે, આ પ્રસંગે અબડાસા તાલુકા ભાજપ પરિવાર દ્વારા જાહેર જનતાને આમંત્રિત કરાયા છે. મોટી સિંધોડી ગામ નદી કિનારે અને દરિયાઇ પટ્ટીથી ઘેરાયેલું હોવાથી લાંબા સમયથી પુર સંપર્ક વિહોણુંની સમસ્યા હતી ખાસ કરીને ચોમાસામાં વરસાદમાં નદી બે કાંઠે આવી જતા ગામ લોકો દિવસો સુધી દેશ અને દુનિયાથી વિખુટા પડી જતા હતા એટલું જ નહીં પરંતુ નદી પર બનેલી પાપડી પણ છેલ્લા દાયકાઓથી તૂટી જવાથી ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ હતી આ અંગે સરકારશ્રીમાં ગત વર્ષે ગામના યુવા આગેવાન ભાવેશભાઈ ગઢવી દ્વારા રજૂઆત કરાઈ હતી જેના પગલે ગત વર્ષે આ નદી પર ‘કોઝવે’ બનાવવા સરકાર દ્વારા મંજૂરી અપાઇ હતી અને થોડા મહિના અગાઉ એના માટે ગ્રાન્ટ ફાળવાયા બાદ હવે અહીં કોઝવેનું ખાત મૂહર્ત થઈ રહ્યું છે ત્યારે માત્ર આ ગામની જ નહીં પરંતુ દરિયાઈ કાંઠાડ વિસ્તારમાં આવેલા અન્ય ગામો માટે પણ અવરજવરની સમસ્યાનો અંત આવી જસે. લાંબા સમયની સમસ્યાનો અંત આવતા અને તાજેતરમાં મુખ્યપ્રધાન શ્રી પાસે રૂબરૂમાં આ પ્રશ્નનોનો તાત્કાલિક નીવેડો લાવવાની રજૂઆત થયા બાદ આ કામ શરૂ થઈ રહ્યું છે ત્યારે ગામ લોકોએ પણ ખુશી વ્યક્ત કરી છે આવતીકાલે બપોરે ત્રણ કલાકે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો ધીરજ ગુમાવવા લાગ્યા…

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છના નામાંકિત વકીલ હેતલ સોનપાર અને વિનોદ મકવાણાની દલીલો કામે લાગી : બે અલગ અલગ કેશોમાં જામીન મુક્ત કરાવ્યા

Kutch Kanoon And Crime

છેલ્લા દસ દિવસમાં કચ્છના દરિયા કાંઠેથી બિનવારશુ હાલતમાં રૂપિયા 140.50 કરોડની કિંમતના 200 થી વધુ ચરસના પેકેટ મળવા સામાન્ય બાબત નથી વિચારજો…

Kutch Kanoon And Crime

Leave a comment