10 કરોડની ખંડણી વાળા ચકચારી હનીટ્રેપ મામલામાં છેલ્લા આઠ મહિનાથી નાસ્તા ફરતા આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાની ગઈકાલે રતનાલ નજીકથી ધરપકડ થયા બાદ તપાસની એજન્સી ગુના શોધક શાખાએ આજે અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કર્યા બાદ નામદાર અદાલતે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપી હરેશ કાંઠેચાની વિધિવત પૂછપરછ હાથ ધરાય છે. આ આરોપીની પૂછપરછ દરમિયાન ખંડણી મામલામાં વધુ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતા જોવાય છે આ ઉપરાંત છેલ્લા આઠ મહિના દરમિયાન આરોપીએ ક્યા આશરો લીધો હતો..? કોણે કોણે મદદ કરી એ તમામ ખુલાસા થવાની પણ શક્યતા સાથે આશરો આપનારાઆે પણ કાયદાના સકંજામાં આવે તેવી શક્યતા પણ નકારાતી નથી. નોંધનીય છે કે ગઈકાલે આરોપી એડવોકેટ હરેશ કાઠેચા પકડાઈ ગયાની સાથે જ કેટલાક તત્વોમાં હલચલ વધી ગઈ હોવાનું જણાઈ આવે છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334