કચ્છમાં ચકચારી હની ટ્રેપ મામલામાં વડોદરાથી પકડાયેલી સન્હેલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ વસાવાના રિમાન્ડ પુરા થતા તેણીને આજે ગળપાદર જેલ હવાલે કરાઈ હતી. રિમાન્ડ દરમિયાન રિદ્ધિએ ઘણા બધા પુરાવા આપ્યા છે આ પુરાવા જિલ્લા બહારથી પણ હસ્તગત કરવામાં આવ્યા છે તેણીને કચ્છ બહાર પણ તપાસ અર્થે લઈ જવાઈ હતી જ્યાંથી કેટલાક અગત્યના પુરાવા કબ્જે કરાયાનું તપાસનીશ અધિકારીએ કહ્યું છે. તો રિદ્ધિના રિમાન્ડ પુરા થતા દિવ્યાની જેમ તેણીને પણ પાલારા જેલમાં મનીષાથી ખતરો હોઇ ગળપાદર જેલ હવાલે કરાઈ છે. નોંધનીય છે કે રિદ્ધિ, દિવ્યાની સાથે ભુજની હોટેલમાં રહી હતી અને મનીષાના માર્ગદર્શન પ્રમાણે હની ટ્રેપ કાંડમાં સામેલ થઈ હતી. આ યુવતીની પુછપરછમાં મનીષાનું રાજ્ય વ્યાપી હની ટ્રેપ નેટવર્ક કેટલું મજબૂત છે તેનું પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આ સાથે જ મનીષાના રાજ્ય વાપી હની ટ્રેપ નેટવર્કનો ખૂબ મોટા પાયે પર્દાફાસ થવાની શક્યતા જોવાય છે. તો હજુ શાતિર દિમાંગી મનીષા ગોસ્વામી ખુદ પણ રિમાન્ડ પર છે તેણે રિમાન્ડર દરમિયાન શું શું કબૂલ્યું છે તે હકીકત હજુ બહાર આવી નથી સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મનીષાએ રિમાન્ડ દરમિયાન ચોકાવનારા ઘટસ્ફોટ કર્યા છે પરંતુ જેમના નામ આ હની ટ્રેપમાં ખુલી શકે છે તેવા લોકો છટકી ન જાય અને તપાસમાં નુકસાની ન જાય તે માટે ચૂપ ચાપ તપાસની ગતી તેજ ચલાવાઈ રહી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334