કચ્છના દરિયાકાંઠેથી કેફી પદાર્થના પેકેટ મળી આવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તેમ જખૌ નજીકના નિર્જન લુણા બેટ પરથી માદક પદાર્થના વધુ ત્રણ પેકેજ મળી આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં BSF દ્વારા પેટ્રોલિંગમાં લુણા ટાપુ પર બિનવારસુ પડેલા લગભગ ૧ કિલો વજન ધરાવતા માદક પદાર્થના ત્રણ પેકેટ મળી આવ્યા છે. ત્રણેય પેકેટ પ્લાસ્ટિકમાં પેકિંગ કરાયેલા છે. જેના પર ૩૬, કોફીપેડ્સ માઈલ્ડ છપાયેલું છે. આ પૂર્વે પકડાયેલા પેકેટોમાં હેરોઈન નામનો માદક પદાર્થ હોવાની પુષ્ટી થઈ હતી. આજે પકડાયેલ નશીલા પદાર્થોનો પ્રકાર કયો છે તેની તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનાથી અત્યાર સુધી અબડાસાના જખૌ નજીકના દરિયાકાંઠેથી ચરસના ર૯ થી વધુ પેકેટ સુરક્ષા અજેન્સીઓને મળી આવ્યા હતા. કાઠાળ વિસ્તારોમાં BSF દ્વારા તપાસ અભિયાન વધુ સઘન બનાવી દેવાયું છે. BSF’ના જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર સમુદ્રની લહેરોમાં તણાઈને આ પેકેટ દરિયા કિનારા પર પહોંચ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લાગવવામાં આવી રહ્યું છે. પેકેટોનો કબ્જો લઇ તપાસ આરંભાઈ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334