ગાંધીધામ એ/ડિવિઝન વિસ્તારમાં તારીખ 14/15ની આસ પાસ બાઈક ચોરીની ઘટના બની હતી જે ચોરીની ઘટના સી.સી.ટી.વી.ના આધારે ગાંધીધામના દામજી મીઠું મહેશ્વરી નામના યુવાનને ગાંધીધામ એ/ડિવિઝન પોલીસ કર્મચારીઓએ અટકાયત કરી તેની પૂછ પરછ ચાલુ રાખી હતી મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે બપોરના ભાગે આ યુવાનને શકના આધારે પોલીસ સ્ટેશનમાં લઈ અવાયું હતું જેને શારીરિક અને માનસિક ટ્રોચર કરતા યુવાનને સહન ન થતા દામજી મીઠું મહેશ્વરી નામના 35 વર્ષીય યુવાને પોલીસ સ્ટેશનની છત પરથી આજે ઢળતી સાંજે પડતું મુકતા ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ કરાયો છે.
હાલ તેની ક્રિટિકલ હાલતમાં સારવાર ચાલુમાં છે. નોંધનીય છે કે, પોલીસ સ્ટેશનમાં શકમંદ તરીકે લઇ અવાયેલા શકમંદોની સલામતી સામે સવાલ ખડા થઈ ગયા છે. આ યુવાન છત પર કઈ રીતે પહોંચી ગયો અને તે છત પર જંપલાવ્યું ત્યાં સુધી કર્મચારીઓ સુ કરી રહ્યા હતા આવા સવાલ ઉભા થઇ રહ્યા છે.
અહેવાલ – પૂર્વ ક્ચ્છ
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334