અંજારમાં આવેલ ઐતિહાસિક તળાવ તોરલમાંથી આજે બપોરના 2 વાગ્યાના અરસામાં એક અજાણ્યા યુવાનની લાસ તરતી નજર પડતા અંજાર પોલીને જાણ કરાઇ હતી. અંજાર પોલીસ તાત્કાલિક સ્થળ પર ઘસી આવી હતી અને તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ અંજાર પોલીસે સ્થળ પર તપાસ કરાતા બે દિવસ અગાઉ ગુમ થયેલા ઈમ્તિયાઝ સીધીક લોહર આશરે ઉ.વ. 35, નામના યુવાનની આ લાસ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યાર બાદ લાસનો કબ્જો લઈ લાશને પી.એમ. માટે ખસેડાઇ છે. ઈમ્તિયાઝને માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા તો હાથના પંજામાં પણ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. આ ઘટનાની વધુ તપાસ અંજાર પોલીસે હાથ ધરી છે.
અહેવાલ દિનેશ જોગી – અંજાર
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334