માંડવીની સિવિલ કોવિડ હોસ્પિટલ મધ્યે દર્દીઓને મળી તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરવા માટે સારું કહેવાય પણ અહીં તો સેલ્ફી લઈને “તું ખીંચ મેરી ફોટો” માટે 2000 રૂપિયા જેટલી કિંમતની ચારેક PPE કીટ બગાડી નાખી..!
આવું માંડવીની પ્રજા કહી રહી છે. કોરોના મહામારીમાં જ્યારે પ્રાઇવેટ ડોકટરો PPE કિટને એક વખત પહેરી યુઝ એન્ડ થ્રો કરી તગડી રકમ દર્દીઓના બિલ સાથે વસૂલી રહ્યા છે ત્યારે માંડવી નગરપાલિકામાં નવી આવેલી નગર સેવકોની ટીમ અને ખાસ કરીને સેલ્ફી સાથે ફોટા પડાવવાની શોખીન આ ટિમ “સેવા હી સાધના”માં અતિ ઉત્સાહમાં ભાન ભૂલી રહ્યા છે. 30 – 40 રૂપિયાનું એક નાળીયેર એવા આશરે 40 જેટલા નાળીયેર આપવા 2000 રૂપિયાની એક PPE કીટ એવી ચારેક કિટો બગાડી નાખી અને સેવા નામનો ફાયદો ઉપાડી મહાન કાર્ય કર્યું. “તું ખીંચ મેરી ફોટો”ના આ મહાન કાર્યમાં યુવાન કાઉન્સિલર શ્રી વિશાલભાઈ ઠક્કર, શ્રી પ્રતાપસિંહ મોડ, શ્રી સાગર ગોસ્વામી, શ્રી રોનક સોની વગેરે યુવાનો જોડાયા હતા અને કોરોના જેવી મહામારીથી લોકોના રક્ષણ માટે અને તેમના શરીરની ઉર્જા વધારવા દાતાઓના સહયોગથી નારિયેળ પાણી, ફ્રુટ વગેરે દર્દીઓને તથા હોસ્પિટલની બહાર બેઠેલા તેમના પરીવારજનો માટે નાળીયર અને ફળ, ફ્રૂટની વ્યવસ્થા કરી આપવામાં આવી ત્યારે કાઉન્સિલર શ્રી હરેશ વિંઝોડા, શ્રી નિમેશ દવે, શ્રી જીજ્ઞેશ કષ્ટા, શ્રી પંકજભાઈ ગોર, શ્રી મુકેશ જોષી વગેરે કાર્યકરો જોડાયા. આ કાર્ય માંડવી ભાજપ ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું. સારું છે ચાલો કોઈ તો છે જે આવી ભયંકર કોરોના મહામારી વચ્ચે પણ જીવના જોખમે કોવિડ દર્દીઓ વચ્ચે જઈ સેવા કરી રહ્યું છે.
અહેવાલ : માંડવી બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334