અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારના કેશો શોધવા પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. રાણાને ખાનગી રાહે બાતમી મળેલ કે ખોડીયાર મંદિરની સામે ગોકુળનગરમા ઓટલા પર ખુલ્લા પટમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપીયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે સાથે ભેગા મળી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે જેથી ખોડીયાર મંદિર પાસે બતમીવાળી જગ્યાએ રેઇડ કરી આરોપીઓ (૧) શંભુભાઇ રતાભાઇ બોરીચા ઉ.વ.૩૬ રહે. લખુબાપા નગર મેઘપર બોરીચી, તા.અંજાર (૨) હસમુખ કરમશી ખાંડેકા ઉ.વ.૩૨ રહે.ગોકુળનગર અંજાર, (૩) શામજી કાનજી નાકડા ઉ.વ.૩૮ રહે. રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં મેઘપર બોરીચી, તા.અંજાર (૪) લતીફશા મેરશા શેખ ઉ.વ.૩૬ રહે. પઠ્ઠાપીરની દરગાહ સામે હેમલાઇ ફળીયુ, અંજાર (૫) લાલમામદ ફતેશા શેખ ઉ.વ.૨૨ રહે. જય અંબેનગર અંજાર, (૬) સંજય ધરમશીભાઇ મઢવી ઉ.વ. ૪૨ રહે. ગોકુળનગર, અંજાર, (૭) બળદેવ લાલજી મારાજ ઉ.વ.૪૮ રહે. ગોકુળનગર, અંજારવાળાઓની મુદામાલ કુલ્લ રોકડા રૂપીયા- 49,200/- સાથે પકડી પડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન. રાણા અને અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.
અહેવાલ : અંજાર બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334