સમગ્ર ક્ચ્છ અને ખાસ કરીને ગઢવી સમાંજમાં ખળભળાટ મચાવનાર હત્યા પ્રકરણમાં આજે ભુજના એડિશનલ સેશન્સ જજ મમતા એમ.પટેલે ત્રણે આરોપીને ગુન્હેગાર ઠેરવી જન્મટીપની સજા સાથે પાંચ પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો તેમજ મરણ જનારના પરિવારને 75 હજાર રૂપિયા વળતર પેટે ચૂકવવવા હુકમ કર્યો છે. આ ચકચારી કેશમાં 28 સાક્ષીઓની જુબાની 69 દસ્તાવેજી પૂરાવા અને બંને પક્ષના વકીલોની દલીલોના અંતે આજે કૉર્ટે માંડવી તાલુકાના મોટા ભાડીયાના 19 વર્ષીય દેવાંગ માણેક ગઢવીની હત્યાના ગુન્હામાં રામ પબુ ગઢવી, નારણ પુનશી ગઢવી અને ખીમરાજ હરી ગઢવી ત્રણે આરોપીઓને સજા ફટકારતો 216 પાનામાં વિસ્તૃત ચુકાદો આપ્યો છે. નોંધનીય છે કે જામીન પર રહેલ એક આરોપી ખીમરાજ હરિ ગઢવી ફરાર છે. આ આરોપીએ હાઈકૉર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા બાદ તે દોઢ મહિના જેટલો સમય થયો ત્યારથી ફરાર થઈ ગયો છે તો તેની સામે કૉર્ટે પકડ વોરન્ટ પણ ઈસ્યૂ કર્યું છે. જ્યારે એક આરોપી નારાણ પુનશી ગઢવીને આજે કોર્ટમાંથી ઝડપી લેવામાં આવ્યું છે. બાકી એક આરોપી રામ પબુ ગઢવી જેલમાંજ બંધ છે. આ ચકચારી કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી અને અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ દકીલો કરી હતી. તો મૂળ ફરિયાદી પક્ષ વતી ધારાશાસ્ત્રી હેમસિંહ ચૌધરી, દીપક ઉકાણી, ગણેશદાન ગઢવી અને કુલદીપ મહેતા હાજર રહી દલીલ કરી હતી.
અહેવાલ : માંડવી પ્રતિનિધિ દ્વારા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334