Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજમાં અનેક વેપારીઓને 2000 રૂપિયાની નકલી નોટ પધરાવનાર શુવ્યવસ્થિત કપલ રેલવે સ્ટેશનેથી ઝડપાઇ ગયું

ભુજ એ/ડિવીઝન પોલીસના સર્ચ ઓપરેશનમાં સફળતા મળી અને 12 લાખની નકલી નોટો સાથે દંપતિની ઝડપાઇ ગયું. આજે બપોરે દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યાના ગાળા દરમિયાન ભુજના વાણીયાવાડ વિસ્તારથી લઈને તળાવ શેરી અને અનમ રિંગરોડ પર આવેલી અનેક દુકાનોમાં ફરીને વેપારીઓને 2000ની નકલી નોટ પધરાવી ખરીદી કરીને બાકીના રૂપિયા પરત લઈ શીશામાં ઉતારી જનાર શંકાસ્પદ દંપતિ આખરે ઝડપાઈ ગયો છે. એ/ડિવિઝન પોલીસે સર્ચ ઓપરેશન કરીને આખરે મધ્યપ્રદેશના રતલામના રહેવાસી એવા દંપતીને રૂપિયા ૧૨ લાખની નકલી નોટો સાથે ઝડપી પાડયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. એમ.પી. નું આ દંપતી જેમાં મહિલા ટીશર્ટ અને જીન્સમાં સજ્જ થઈને ભુજમાં અનેક વેપારીઓ પાસે નાની-મોટી ખરીદી કરી 2000નકલી નોટો વટાવતા હતા ત્યારે વેપારીઓને 2000ની નોટોમાં શંકા જતા આ 2000ની નોટો નકલી હોવાનું પુરવાર થતા ચાલાક વેપારુઓ આ દંપતીની ગતિવિધિ પર સી.સી.ટી.વી. કેમેરાના આધારે નજર રાખતા આ સી.સી.ટી.વી. કેમેરા ફૂટેજના માધ્યમથી એ/ડીવીઝન પોલીસે વ્યાપક તપાસ કરીને ભુજ રેલવે સ્ટેશનથી સયાજીનગરીમાં ફરાર થવા પ્રેરવી કરતા પહેલા આ દંપતિને ઝડપી પાડયા છે જોકે અત્યારે આ શુવ્યવસ્થિત કપલ પોલીસના કબ્જામાં હોય તેઓની સામે કાયદેસરની પ્રક્રિયા ચાલુ હોય તેમના નામ ઠામ મળી શક્યા નથી પરંતુ તેમના કબ્જામાંથી ૧૨ લાખની નકલી નોટો ઝડપાયાનું જાણવા મળે છે. જોકે પોલીસે હજી સતાવાર યાદી બહાર પાડી નથી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કચ્છ કલેકટર અમિત અરોરા સહિત IAS-IPSના નિવેદનો લેવાસે : SIT…

Kutch Kanoon And Crime

૧૦ મી ઓક્ટોમ્બર થી દિલ્હી – કંડલા વિમાની સેવા શરૂ થશે : સાંસદશ્રી વિનોદ ચાવડા

Kutch Kanoon And Crime

હની ટ્રેપ મામલે પકડાયેલા વધુ બે આરોપીઓ દસ દિવસના રિમાન્ડ પર

Kutch Kanoon And Crime

Leave a comment