બોર્ડર રેન્જ આઈ.જી તથા પશ્ચિમ કચ્છ એસ.પી.ને મળેલી બાતમી પ્રમાણે અબડાસાના કોઠારા ગામે ગેરકાયદેસર રીતે વાહનોમાં સફેદ કેમિકલ ભરી આપી તેનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ આ અંગેની તપાસનો પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબી ટીમને હુકમ કર્યા પછી ઇન્ચાર્જ એલ.સી.બી., પી.આઈ એસ.જે. રાણા અને પી.એસ.આઇ., એચ.એમ. ગોહિલની ટીમે કોઠારા નલિયા હાઈવે પર નુંધાતડ ગામના ગોવિંદ રામજી ભાનુશાળીની આવેલી ઓરડીમાં દરોડો પાડી 33,500/-ની કિંમતના શંકાસ્પદ જણાતા સફેદ કેમિકલનો જથ્થો 500 લિટર કબ્જે કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઓરડીમાં રખાયેલ કેમિકલ પ્રતાપ પુરુષોત્તમ ભાનુશાળી નામનો શખ્સ વાહનોમાં ભરી આપી વેચાણ કરતો હોવાનું સ્પષ્ટ થયું છે આ અંગે એલ.સી.બી. પોલીસે મુદ્દામાલ કોઠારા પોલીસને સોંપી આગળની તપાસ કોઠારા પોલીસે હાથ ધરી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334