તલવાણા ગામના રાજપૂત ક્ષત્રિય અગ્રણી અને અખંડ રાજપૂતાના સેવા સંસ્થા કચ્છના પ્રમુખશ્રી કનુભા બેચુભા જાડેજાના માતૃશ્રી બચુબા બેચુભા જાડેજાનું 78 વર્ષની વયે નિધન થતા રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે માંડવી પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. બેચુબા જાડેજા પરિવાર દ્વારા સામાજિક ધાર્મીક ક્ષેત્રે અનેક સેવાકીય કાર્યો કરાયા છે. પુત્રો વાઘુભા જાડેજા, કનુભા જાડેજા અને દિલુભા જાડેજાના માતૃશ્રીના નિધનના સમાચાર મળતા સમાજમાં પ્રમુખ શ્રી અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ દુઃખ વ્યક્ત કર્યો હતો. પરિવાર દ્વારા સ્વ. બચુબા બેચુભા જાડેજાની પ્રાથના સભા તા. 25/1/21 સોમવારના સવારના 9 : 30 થી 12 : 00 વાગ્યા સુધી બાપા સીતારામ મઢુલી ચોક, બસ સ્ટેશનની બાજુમાં, ગામ તલવાણા તાલુકો માંડવીમાં રાખેલ છે તો સમાજના રીતરિવાજ પ્રમાણે ઉત્તરક્રિયા તા : 31/1/21 ના રવિવારના તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.
અહેવાલ : સુનિલ મોતા માંડવી
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334