પોલીસ મહા નિરીક્ષક જે.આર. મોથાલીયા સરહદી રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંગ પશ્ચિમ કચ્છ ભુજની સૂચના મળતા પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન મુજબ મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ પઢીયારની દેખરેખ મુજબ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળેલ હતી કે કોઈ બે શખ્સો ચોરીનો મુદ્દામાલ લઈ નદી વાળા નાકા તરફ આવી રહ્યા છે જેમાંથી એક શખ્સ બ્લેક કલરનો શર્ટ અને બીજો શખ્સે બ્લેક વાઈટ કલરનુ ટીશર્ટ પહેરેલ છે જેવી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસ વોચમાં હતી ત્યારે શખ્સોને ત્યાં આવતા જોઈ તેઓને પકડી પાડી પૂછપરછ સાથે તલાશી લેતા તેમની પાસે રહેલ પ્લાસ્ટિકના બેગમાંથી મંદિરમાં વપરાતી ચીજ વસ્તુઓ મળી આવેલ હતી જે ચીજવસ્તુઓને બારીકાઈથી તપાસ અને શખ્સોની પૂછપરછ કરતા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલ હતો જે ચોરી માંડવી ચોકમાં આવેલ મનાઈ માતાજીના મંદિર થયેલ સોના અને તાંબાની વસ્તુઓ હોવાનું જણાઈ આવેલ જેથી આ શખ્સોની વધુ પૂછપરછ માટે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી (1) અકબર ઉર્ફે રાધે રમજુ સમેજા ઉ.વ. 28 સુખપરવાસ મુન્દ્રા વાળો (2) હુસેન ઉર્ફે ડાડા સાલેમામદ જુણેજા ઉ.વ. 23 સુપરવાસ મુન્દ્રા વાળાને પકડી પાડવામાં આવેલ હતું જમની પાસેથી મંદિરમાં વપરાતી ચીજ વસ્તુઓ મળી કુલ મુદામાલ 27,400/- કબ્જે કરવામાં આવેલ હતું. આ કગીરીમાં મુન્દ્રા પી.આઈ., જે.આર. પઢીયાર, પી.એસ.આઈ., બી.જે. ભટ્ટ, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, મુકેશ ભાડકા, પો.કોન્સ. ગફુરજી ઠાકોર, જયદેવસિંહ ઝાલા, કપીલ દેસાઈ સાથે રહ્યા હતા.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334