કોરોના મહામારીથી બચવા ક્ચ્છ આવેલા મુંબઈના પ્રતિષ્ઠિત મહાનુભાવો માંડવી તાલુકાના શેરડી ગામ પાસે આવેલ વાડીમાં જુગાર રમી રહ્યા હતા જેના પર પશ્ચિમ ક્ચ્છ LCBએ રેઇડ કરતા 8 જેટલા મુંબઈના કચ્છી મહાનુભાવો સહિત 11 ખેલીને 1.60 લાખની રોકડ, 13 ફોન, 4 કાર સહિત 6 વાહન મળી 22.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે બાતમીના આધારે LCBના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જે.રાણા અને તેમની ટીમ માંડવીના શેરડી-ભાડાઈ રોડ પર કાનજી ભાણજી સંઘારની વાડીના ગોડાઉનમાં ગઇ સાંજે તપાસ કરતા તપાસ દરમિયાન વાડીમાં બનાવેલા એક ઓરડાના ખાનામાંથી પોલીસે વિદેશી બનાવટના સ્કોચ સહિત 50 હજારના શરાબનો જથ્થો મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા કાનજી બહારથી જુગારીઓ બોલાવી નાલ ઉઘરાવી ઓરડાનો ઉપયોગ જુગારખાના તરીકે કરતો હોવાની બાતમી મળેલ હતી. પોલીસે જુગારખાના સંચાલક કાનજી સહિત 11 ખેલીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. પકડાયેલા ખેલીઓમાં (1) કાનજી ભાણજી સંઘાર ઉ.વ.48, રહે. શેરડી, (2) કિશોર લખમશી હરીયા (જૈન) ઉ.વ.55, હાલે શેરડી, મૂળ રહે. મુલુંડ મુંબઈ, (3) ભાવેશ ગુલાબચંદ છેડા (જૈન) ઉ.વ.48, હાલે શેરડી, મૂળ રહે. ભાડુંપ, મુંબઈ, (4) જેઠાલાલ વેલજી હરીયા ઉ.વ.45, હાલે. શેરડી, મૂળ રહે. દહિંસર, મુંબઈ, (5) કાન્તિ સુજાભાઈ સંઘાર ઉ.વ.40, રહે. શેરડી, (6) જીગર હરેશ પાસડ (જૈન) ઉ.વ.36, હાલે. શેરડી, મૂળ રહે. શિવાજીનગર, થાણા, મુંબઈ, (7) હિતેશ ભવાનજી ગાલા (જૈન) ઉ.વ.46, હાલે. શેરડી, મૂળ રહે. ડોંબિવલી-ઈસ્ટ, મુંબઈ, (8) દિનેશ દેવરાજ ગોસર (જૈન) ઉ.વ.60, હાલે. શેરડી, મૂળ રહે. ઘાટકોપર, મુંબઈ, (9) કાન્તિલાલ નાનજી પાસડ ઉ.વ.46, હાલે. શેરડી, મૂળ રહે. ભાયંદર, મુંબઈ, (10) મુસા કાસમ જત ઉ.વ.46, રહે. શેરડી (11) સંજય લક્ષ્મીચંદ ગોસર ઉ.વ.44, હાલે. શેરડી, મૂળ રહે. ઘાટકોપર મુંબઈ વાળાઓનો સમાવેશ થાય છે. તો સ્થળ પરથી પોલીસે 1,60,650/- ની રોકડ, 70,500/- રૂપિયાની કિંમતના 13 મોબાઈલ ફોન તેમજ 4 કાર અને 2 મોટર સાયકલ મળી 22,71,150/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ તમામ આરોપી સામે ગઢશીશા પોલીસ મથકે જુગારધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. ત્યારે વધુ તપાસ કરતા આ વાડીની ઓરડીમાંથી 50 હજારનો વિદેશી શરાબ પણ મળી આવ્યો છે પોલિસ ટીમે ઓરડી અને રસોડાની તલાશી લેતાં રસોડામાં આવેલ ખાનામાં છૂપાવાયેલો 50 હજારની કિંમતનો શરાબનો જથ્થો મળ્યો હતો. તો કુલ 50,475/- રૂપિયાનો મુદામાલ દારૂ ઝડપાયો હતો. આ દારૂની પ્રાથમિક પૂછતાછમાં LCBએ કાનજી, ઈબ્રાહિમ જત અને રમજુ જત સામે પ્રોહિબિશન એક્ટની કલમો તળે ગઢશીશા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
અહેવાલ : સુનિલ મોતા
નિતેશ ગોર : 9825842334
(જાહેર ખબર)