રાપર તાલુકાના લાકડાવાંઢ ગામે પાંચ સંતાનોના પિતા એવા પરિણીત યુવાનને અપરણિત યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં જીવ ગુમાવવો પડયો છે તેની કરપીણ હત્યા બાદ અપરણિત પ્રેમિકા પણ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધેલી મૃત હાલતમાં મળી આવી હતી જોકે તેણે આઘાતમાં આત્મહત્યા કરી છે કે પછી તેનું પણ કામ તમામ કરી હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો છે એ અંગેની તપાસ હાથ ધરાઇ છે.
રાપર તાલુકાના લાકડાવાંઢ ગામની આ ઘટના છે ગઈકાલે બાબુ કોલી 32 વર્ષીય યુવાન પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી વાવણી કરતો હતો અને તેના માતા-પિતા પણ હાજર હતા ત્યારે ધર્મા કરસન કોળી, શિવા ધર્મા કોલી, સતીશ ધર્મા, ગોકલ ધર્મા, અને હરેશ ભૂરા કોલી વગેરે આવીને પ્રાણઘાતક હઠિયારોથી બાબુના માતા-પિતાની નજર સામે બાબુની ઘાતકી હત્યા કરી નાખી હતી. બાલાસર પોલીસના જણાવ્યા પ્રમાણે બાબુ જેના પ્રેમમાં હતો એ સીતા ધર્મા કોલી નામની યુવતી પણ પોતાના ઘરમાં ગળેફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવી હતી જોકે તે યુવતીએ આત્મહત્યા કરી છે કે તેનું કામ તમામ કરીને તેની લાશને લટકાવી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો છે તે અંગેની તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બાબુ પરણિત અને પાંચ સંતાનો પિતા હતો જેની સૌથી મોટી દીકરી અઢાર વર્ષની છે છતાં તે 19 વર્ષીય અપરણિત સીતાના પ્રેમમાં પડ્યો હતો આ મામલે અગાઉ પણ ડખા થયા હતા પરંતુ સમાધાન થઈ ગયું હતું તેમ છતાં સીતા અને બાબુ અવાર નવાર મળતા હોય મામલો ફરી બિચક્યો હતો અને ગત રોજ સીતાના પિતા અને ભાઈઓએ બાબુનું કામ તમામ કરી નાખ્યું હતું તો બીજી તરફ સીતા પણ ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે એ અંગે પણ શંકા કુશંકાઓ વ્યક્ત થઈ રહી આ મને એક સંબંધમાં એક પરિવારનો આધાર સલવાઈ ગયો છે તો બીજા પરિવારે પણ એક સભ્ય ગુમાવ્યા બાદ બરબાદ થવાનો વારો આવ્યો છે.
નિતેશ ગોર : 9825842334