ભુજ ખાતે તાજેતરમાં ઉમેદનગર કોલોની માં રહેતા દમયંતીબેન સોલંકી નામના વૃદ્ધાને બંધક બનાવી તેમના શરીર પર પહેરેલ સોનાના દાગીનાની લૂંટ કરી વૃદ્ધાને મારી ફરાર થઈ ગયેલા અજાણ્યા લૂંટારુંઓનો આખરે પર્દાફાસ થઇ ગયો છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા ના માર્ગદર્શન હેઠળ અને બોર્ડર રેન્જ આઈ.જી શ્રી સુભાષ ત્રિવેદી ની સુચના હેઠળ હાથ ધરાયેલ આ લૂંટની ઘટના અંગે આખરે સંબંધિત વૃદ્ધા પાસેથી લૂંટને અંજામ આપનાર પડોશી દંપતી નો પર્દાફાશ થઇ ગયો છે. ભુજ એ/ડિવિઝન પોલીસે હાલ અંજામ આપનાર ચિરાગ મકવાણા તેની પત્ની કૃપા મકવાણા અને ચિરાગ ના મિત્ર ધૈર્ય પરમાર ને પકડી પાડયા છે શરમજનક બાબત એ છે કે કોરોના મહામારી વખતે લોકો એકબીજાને મદદરૂપ થવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે આ ઘટનામાં આરોપી દંપતીએ પડોશી ધર્મ ને તાર તાર કરી નાખેલ છે દરમિયાન આ ઘટનામાં આરોપી દંપતી સહિત અને આરોપીઓને બચાવવા માટે કોઈ એક પત્રકારે પણ પોલીસ પર દબાવ લાવવાનો શરમ જનક પ્રયાસ કર્યાનું મનાય છે ત્યારે સંબંધિત પત્રકારે આ ભૂંડી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હોય તો તે પત્રકાર જગત માટે પણ શરમજનક બાબત છે આવા તત્વોને સબક શીખવવો જોઈએ જેઓ પત્રકારિતા ને લજવી રહ્યા છે આ ઘટનાએ ભુજ શહેરમાં ભારે ચકચાર મચાવી છે તો બીજી તરફ આ ઘટનામાં કથિત પત્રકારની ભૂમિકા સત્ય હોય તો એ પત્રકારનો ચહેરો પર બેનકાબ કરવો જોઈએ.
નિતેશ ગોર – 9825842334