Kutch Kanoon And Crime
CrimeGandhidhamGujaratKutch

બંધાણીઓના મોઢામાં પાણી : અદિપુરમાં પોતાના ઘરમાં સિગારેટ વેંચતા પિતા-પુત્ર પોલીસ હીરાસતમાં

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી, ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડની સુચના હેઠળ કોરોના વૈશ્વિક મહામારી અન્વયે લોક્ડાઉન અમલમાં હોઇ જે અનુસંઘાને એલ.સી.બી. ની ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગીરીશભાઇ ઘરમશીભાઇ ઠક્કર તથા વિકાસભાઇ ગીરીશભાઇ ઠક્કર રહે. ડીસી-પ, મ.ન.-૪૯૯ આદીપુર વાળાના કબ્જાના રહેણાંક મકાનમાં સીગારેટનુ વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આદીપુર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓ સાથે 24,470/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. એ કામગીરીમાં એલ.સી.બી., પી.આઈ., ડી.વી. રાણા, એમ.એસ. રાણા, પી.એસ.આઇ., તેમજ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા.

નિતેશ ગોર – 9825842334
(દિનેશ જોગી અંજાર દ્વારા)

Related posts

મુન્દ્રા પોલીસની કામગીરી : ત્રણ ઈસમોને “ખટાં ખટાં” રમતા ઝડપી લીધા

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા મધ્યે ‘કોમ્યુનિટી રીસોર્સ સેન્ટર’ શરુ કરાયુ

ભુજ પોલીસ ક્વાર્ટર ખાતે સ્વર્ણિમ શાળામાં બાળકોનો થયો મંગળ પ્રવેશ : S.P., સૌરભસિંઘ રહ્યા ખાસ ઊપસ્થિત

Kutch Kanoon And Crime

Leave a comment