Kutch Kanoon And Crime
KutchBreaking NewsSpecial Story

કચ્છમાં કોરોના વાયરસ સામે તંત્ર સાબડું : માતાનામઢ, ના.સરોવર, કોટેશ્વર, તેમજ ધાર્મિક સ્થાનો 31 માર્ચ સુધી બંધ : ભુજ સ્વામિનારાયણ મંદિર 22 માર્ચના બંધ

વિશ્વના લગભગ તમામ દેશોને હચમચાવનાર કોરોના વાયરસ ભારતમાં પણ દસ્તક આપતા ભારત સરકાર સહિત દેશના તમામ રાજ્યોની સરકારો સતર્ક બની ગઇ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર જોગ સંદેશ આપીને દેશની જનતાને સાવધાન કરાયાની સાથે 22મી માર્ચ રવિવારે જનતા કરફ્યુ જાહેર કરાયો છે શ્રી વડાપ્રધાનના આ સંદેશને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે સાથે સાથે તમામ સરકારી તંત્ર પણ સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયા છે કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છમાં સ્થાનિક તંત્ર દ્વારા કોરોના વાયરસ જિલ્લામાં ન ફેલાય તે માટેના તમામ સાવચેતીના પગલા વચ્ચે આજે જિલ્લા સમાહર્તા શ્રીમતી પ્રવિણા ડી.કે. દ્વારા જિલ્લામાં એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તારીખ 20/3/20 થી 31/3/2020 સુધી અમલમાં રહેશે એ પ્રમાણે બહાર પાડવામાં આવેલ જાહેરનામા દ્વારા જીલ્લામાં તમામ જાહેર સમારંભો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અને સમાજવાળીઓ, લગ્ન વાળી વગેરે જેવા ભાડે અપાતા સંસ્થાનો આપી નહીં શકાય ઉપરાંત જિલ્લામાં પણ તમામ પાન બીડી ગલ્લા વાળાઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હવે ભુજ સ્વામિનારાયણ મંદિર ફક્ત 22 ના બંધ રાખવામાં આવેલ છે તો માતાનામઢ, ના. સરોવર કોટેશ્વર જેવા ધાર્મિક સ્થાનો 31 માર્ચ સુધી હાલ પુરતા વંધ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા સમગ્ર ભારતમાં 22 ના બંધનું એલાન કરવામાં આવ્યું છે અગર વૈજ્ઞાની રીતે જોવા જઈએ તો આ નિર્ણયથી કોરોના વાયરસને લગભગ નેસ્ત નાબૂદ કરી દેવામાં ભારત દેશ સફળ રહેશે. હાલ આપણે પણ આપણી અને પરિવારની સાવચેતી અને રોગ ફેંલાય નહીં તેના માટે બંધના એલાનને સાથ સહકાર આપી 22ના ઘરથી બહાર જ ન નીકળીએ અને વડા પ્રધાનના આ વાયરસને અટકાવવાની પહેલને સાથે મળીને અટકાવીએ આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છનો આદિત્યસિંહ જાડેજા બન્યો ક્રિકેટ જગતનો ઉગતો સુરજ

Kutch Kanoon And Crime

કચ્છમાં અમુક માઇકધારી મીડિયાના મજૂરોથી સાવધાન થવાનો સમય આવી ગયો છે

Kutch Kanoon And Crime

કચ્છના યુવાને ISI માટે કામ કરતી યુવતીની ખૂબસૂરતી અને પૈસાની લાલચમાં પાકિસ્તાન દેશને માહિતી પહોંચાડી

Kutch Kanoon And Crime

Leave a comment