Kutch Kanoon And Crime
BhachauBreaking NewsCrimeGujaratKutch

સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર રૂપિયા ૧૦૦ની લાંચ લેતા વનરક્ષકનો સાથી ઝડપાયો…

કચ્છ ACBની સફળ ડીકોય ટ્રેપ… વાહતુક પાસમાં સિક્કો કરી નોંધ કરવા માટે લાંચની માંગણીનો આક્ષેપ…

કચ્છ જિલ્લામાં લાકડા ભરીને જતા વાહનો પાસેથી ગેરકાયદેસર લાંચની માંગણી થતી હોવાની મળેલી રજૂઆતોના આધારે કચ્છ (પૂર્વ) ACB ગાંધીધામ દ્વારા ડીકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસ ખાતે રૂપિયા ૧૦૦ની લાંચ સ્વીકારતા એક ખાનગી વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. ACBના જણાવ્યા મુજબ, લાકડા ભરેલા વાહનોના વાહતુક પાસમાં સિક્કા કરી આપવા તેમજ રજીસ્ટરમાં નોંધ કરવા માટે વાહનચાલકો પાસેથી રૂપિયા ૧૦૦થી લઈને રૂપિયા ૧૦૦૦ સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી. આ આધારે એક જાગૃત નાગરિકના સહકારથી ડીકોય ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી જામનસા ઓસામણ સૈયદ, રહે. બુઢાર મોરા, તાલુકો અંજાર, કચ્છ દ્વારા વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી, ભચાઉ નોર્મલ રેન્જ, કચ્છના કહેવા મુજબ વાહતુક પાસમાં સિક્કો કરી નોંધ કરી આપવા બદલ ડીકોયર પાસેથી રૂપિયા ૧૦૦ની લાંચની માંગણી કરી હતી. ડીકોય દરમિયાન રૂપિયા ૧૦૦ની લાંચ સ્વીકારતા આરોપી જામનસા ઓસામણ સૈયદને ACBની ટીમે ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી લાંચની સંપૂર્ણ રૂપિયા ૧૦૦ની રકમ રિકવર કરવામાં આવી છે. આ કાર્યવાહી ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસ, ભચાઉ, જિલ્લા કચ્છ ખાતે કરવામાં આવી હતી. આ કેસમાં ટ્રેપીંગ ઓફિસર તરીકે શ્રી એચ.વી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, કચ્છ (પૂર્વ) ACB પોલીસ સ્ટેશન, ગાંધીધામ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ACBની કાર્યવાહી બાદ સમગ્ર મામલે કાયદેસરની આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ 

અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા…

Related posts

અહેવાલનો અસર : સોના ચાંદી અને નકલી નોટોના રેકેટ ચલાવનાર ગેંગોને કડક ચેતવણી…

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસની NDPS હેઠળ કાર્યવાહી : 817 ગ્રામ ગાંજા સાથે એક આરોપી ઝડપાયો…

ભુજમાં મધરાતે બોલેરોની ટક્કરે ટ્રિપલ સવારી એક્ટિવા ચાલકનું મોત : બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

Leave a comment