Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી: ૧૮ હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ, વાસી ગ્રેવી અને ફેટ સ્પ્રેડ સહિતનો મોટો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો…

Schedule-4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર ૮ પેઢીઓને સુધારણા નોટિસ ફટકારાઈ…

ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ તંત્ર દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ શ્રી એસ.બી. પટેલ, શ્રી એમ.એમ. પટેલ તથા શ્રી વી.એમ. બારંડાની સંયુક્ત ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હાઇજીન અને Schedule-4ની શરતોના ઉલ્લંઘન સામે કાર્યવાહી…

તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટના રસોડા, સ્વચ્છતા, કારીગરોની આરોગ્યવિષયક પરિસ્થિતિ, FSSAI લાયસન્સ અને ડિસ્પ્લે બોર્ડ સહિત ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ’ના Schedule-4 મુજબની તમામ શરતોનું પાલન થાય છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે સ્થળોએ અસ્વચ્છતા, વાસી ખોરાક કે બિનઆરોગ્યપ્રદ વાતાવરણ માલૂમ પડ્યું હતું ત્યાં તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાયા હતા.

મોટા પ્રમાણમાં અયોગ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો સ્થળ પર નાશ કરાયો…

ચેકિંગ દરમિયાન બટરના નામે વપરાતું અંદાજે ૩૦ કિલો ફેટ સ્પ્રેડ, ૮ કિલો વાસી પનીર, સિન્થેટિક ફૂડ કલર વાળી ૪૦ કિલો વાસી ગ્રેવી, ૫૦૦ ગ્રામ કૃત્રિમ કલર, પાઉંભાજી માટે વપરાતા ૬ ડઝન અનબ્રાન્ડેડ પાવ તથા પેકિંગ પર કોઈ જ વિગતો વગરના બ્રેડના પેકેટ્સ સ્થળ પર જ જપ્ત કરી માનવ વપરાશ માટે અયોગ્ય ગણાવી નાશ કરવામાં આવ્યો હતો.

૯ પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ…

તંત્રની ટીમ દ્વારા કુલ ૧૮ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ખાદ્ય સુરક્ષાના ધોરણો અને Schedule-4ના નિયમોનું યોગ્ય પાલન ન કરનારી ૯ પેઢીઓને કાયદા મુજબ સુધારણા નોટિસ ફટકારવામાં આવી છે. તમામ ખાદ્ય વ્યવસાયકારોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓએ ઉત્પાદન કે રસોઈમાં ઉપયોગમાં લેવાતો તમામ કાચો માલ લેબલિંગની સંપૂર્ણ વિગતો વાળો જ વાપરવો તેમજ રસોડામાં સ્વચ્છતા અને કર્મચારીઓની હાઇજીનનું ચુસ્ત પાલન કરવું. આગામી દિવસોમાં પણ સમગ્ર કચ્છ જિલ્લામાં આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

મુન્દ્રા પોલીસ સ્ટેશન પી.આઇ. જે.એ. પઢીયારની જે.આઇ.સી.માં બદલી સાથે તપાસનો હુકમ કરાયો

Kutch Kanoon And Crime

ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત શિબિર-2નું સફળ આયોજન…

Kutch Kanoon And Crime

માંડવી હાઇવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત : એક સાથે ત્રણ કારો અથડાઈ

Kutch Kanoon And Crime

Leave a comment