Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગી અગ્રણીના પુત્ર ઇમરાન જત સામે 50.83 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ…

ગઈકાલે રાત્રે મુદ્રાના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસની એલસીબી ટીમ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર ઇમરાન સલીમભાઈ જતને પોલીસ ટીમ દ્વારા ઉઠાવી જવાયાની ઘટનામાં આખરે ધારણા પ્રમાણે ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇમરાન જત સામે ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ મથકે રૂપિયા 50.83 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના અનુસંધાને ઇમરાનની ધરપકડ કરાયાનો ખુલાસો થયો છે. ગાંધીધામ બી/ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે ગાંધીધામના વેપારી હાજી યાકુબ જંગીયા રહેવાસી ખારી રોહર વાળાએ આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યાકુબ જંગીયા ગાંધીધામ ખાતે ઇનાયત કાર્ગો કેરિયર નામની પેઢી ધરાવે છે અને કાર્ગો હેન્ડલિંગ તથા સ્ટીવડોરિંગનું કામકાજ ધરાવે છે તેમના જણાવ્યા પ્રમાણે ઇમરાન સાથે તેમનો પરિચય વર્ષ 2017 માં થયો હતો અને એ વખતે ઇમરાન પણ કાંકરીના હેન્ડલિંગ તથા સ્ટીવડોરિંગનું કામકાજ કરતો હતો જેના કારણે બંને વચ્ચે ધંધાકીય સંબધો બંધાયા હતા. દરમિયાન વર્ષ 2023″માં આરોપી ઈમરાન જતએ ફરિયાદીને તેની પાર્ટનરશીપ વાળી પેઢી વિશાલ ટ્રેડિંગ મારફત કાર્ગો હેન્ડલિંગનું કામ આપેલું જેના પેટે ફરિયાદીએ 92.19 લાખનો બિલ આપેલું જેમાંથી ઇમરાને 41.34 લાખ ચૂકવી આપ્યા હતા. પરંતુ બાકીના 50.83 લાખ આપતો નહોતો. ફરિયાદી યાકુબભાઈના જણાવ્યા પ્રમાણે બાકીની રકમ મેળવવા તેઓ અવારનવાર મુન્દ્રા ખાતે ઇમરાનની ઓફિસે જતા અને ફોન પણ કરતા પરંતુ ઇમરાન ખોટા વચનો આપતો રહ્યો હતો. ત્યારબાદ એક દિવસ ઇમરાને ફરિયાદી યાકુબભાઈને ધમકી આપેલી કે મારા પિતા સલીમ જત મુન્દ્રા વિસ્તારમાં ખૂબ મોટું માથું ગણાય છે અને ખૂબ મોટો રાજકીય વગ છે પોલીસ અમારું કંઈ જ બગાડી નહીં શકે ત્યારબાદ ઇમરાને ગાંધીધામમાં ફરિયાદીની ઓફિસે રૂબરૂ આવી અને ધમકી આપેલી કે તું અમારી મુદ્રાની ઓફિસે આવી અમારી આબરૂ લે છે પરંતુ તારા રૂપિયા હવે ભૂલી જા તેમ કહી જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. આ ફરિયાદના આધારે ગાંધીધામ બી/ડિવિઝન પોલીસે ગઈકાલે આરોપીને પકડવા મુન્દ્રા ગયેલ ત્યારે આરોપી ઇમરાન જત મહારાણા પ્રતાપ સર્કલ પાસે મળી આવતા તેને પકડી પાડ્યો હતો. હવે તેની સામે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ 

Related posts

લોનાવાલાની હોટેલમાંથી ઝડપાયેલો સમાઘોઘાનો માજી સરપંચ જયવીરસિંહ જાડેજા ત્રણ દિવસ રિમાન્ડના માચડે ચડયા

Kutch Kanoon And Crime

એક વર્ષથી નાસતા સજા પામેલા આરોપીને ભુજ બી-ડિવિઝન પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો…

નખત્રાણાના ઢોરો ગામના મદરેસામાં મેલી મુરાદ વાળા મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદ

Kutch Kanoon And Crime

Leave a comment