Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratSpecial Story

ગુજરાતમાં દારૂના ગેરકાયદે કારોબાર સામે DGPનો મોટો આદેશઃ ‘ઝીરો ટોલરન્સ’ સાથે રાજ્યવ્યાપી પ્રોહિબિશન ડ્રાઈવ…

ગાંધીનગર પોલીસ ભવન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય…

ગુજરાતમાં દારૂના ગેરકાયદે કારોબાર સામે પોલીસ તંત્ર હવે વધુ આક્રમક બની રહ્યું છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યભરમાં ગેરકાયદે દારૂના વેચાણ, હેરાફેરી અને બનાવટ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. DGP દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે રાજ્યવ્યાપી પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન દારૂના ગેરકાયદે વેચાણથી લઈને તેની હેરાફેરી અને બનાવટ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

– સ્થાનિક પોલીસની જવાબદારી પણ નક્કી થશે…

બેઠકમાં ખાસ સૂચના આપવામાં આવી છે કે રાજ્યના કોઈપણ વિસ્તારમાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવે તો માત્ર બુટલેગરો કે હેરાફેરી કરનારાઓ સામે જ નહીં, પરંતુ જવાબદાર સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ જરૂરી પગલાં લેવામાં આવી શકે છે. DGPના આદેશ બાદ સ્થાનિક પોલીસ તંત્રને ગેરકાયદે દારૂના કારોબાર સામે ચાંપતી નજર રાખવા તેમજ માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

– બુટલેગરો સામે કડક કાર્યવાહી થશે…

રાજ્યમાં ગેરકાયદે દારૂનું વેચાણ, પરિવહન, હેરાફેરી કે બનાવટ કરતા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આવનારા દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત દરોડા, ચેકિંગ અને કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા છે. DGPના ‘ઝીરો ટોલરન્સ’ અભિગમથી દારૂના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

(અહેવાલ પ્રતિનિધિ આનંદ પરમાર દ્વારા)

Related posts

કોરોના વાયરસને ધ્યાને સમગ્ર ભારતદેશમાં લોકડાઉનની અમલવારી કડક રીતે થાય છે તેવા માહોલમાં ગાંધીધામમાં દારૂ ઝડપાયો

Kutch Kanoon And Crime

ત્રણેક વર્ષ અગાઉ ખત્રી તળાવ પાસે ગઢવી યુવાનની હત્યાનો આરોપી આકાશ આર્ય હવે નિખિલ ડોંગાને નાસવામાં મદદગારીમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

જહાજ મંત્રાલયે એડ્સ ટુ નેવિગેશન બિલ ૨૦૨૦ પર જાહેર વિચાર વિમર્શ માટે મુસદ્દો જાહેર કર્યો

Leave a comment