Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

નામ બદનામ ન થાય તે માટે 90 લાખથી વધુ રકમ આપી પરંતુ…! હવે… મફત કા ચંદન ઘસ બેટા લાલિયા…

ભુજના એક કથિત આગેવાન પોતાના પરિવારને (ધોકો) અંધારામાં રાખી એક રિસોર્ટમાં કોઈ પરી સાથે મોજ મસ્તી કરવા જતા ફસાયાનું પ્રકરણ છેલ્લા ચાર દિવસથી ભુજના ચોરે અને ચોટે ચર્ચાની એરણે ચડ્યું છે આ આખા પ્રકરણમાં પરદો પાડી દેવા માટે ભૂતકાળમાં ભલભલાની સર્જરી કરનાર સંબંધીત આગેવાનની બરાબરની સર્જરી થઈ ગયાનું સામે આવ્યું છે આ આખા પ્રકરણમાં અનેક કહેવાતા સત્ય ઉજાગરનો દાવો કરનારા માઇક ધારી મજૂરો પણ વહેતી ગંગામાં હાથ ધોયાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આ આખા પ્રકરણમાં હકીકત શું છે એ સત્ય જાણવા માટે થોભો અને રાહ જુઓ, કેમકે આ આખા પ્રકરણમાં ખૂબ મોટો ધડાકો થવાની શક્યતા જોવાય છે. એક સનસની ખેજ ખુલાસો થાય એ નક્કી છે કેમ કે, સબંધિત ચર્ચાની એરણે ચડેલા આગેવાનના સમાજમાં પણ આ પ્રકરણે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે અને સબંધિત આગેવાનના પ્રતિસ્પર્ધીઓના ચહેરા પર દેખાતી મંદ મંદ મુસ્કાન આગેવાનના વીતેલા દાયકા પહેલાના કાંડને પણ પ્રતિસ્પર્ધીઓની મુસ્કાન ઉજાગર કરે તેવો ઈશારો કરી રહી છે. ભલ ભલા સામે શાંત સ્વભાવનો દેખાવો કરનાર આ મહાશય સાહેબનો ઓરિજનલ ચહેરો અમુક માઇક ધારી મજૂરો પાધરો ન થાય તે માટે દિવાળી ગિફ્ટ લઈ દબાવવા કોશિસ કરી હતી પરંતુ સત્ય તો સત્ય છે. સત્ય હંમેશા પોતાનો માર્ગ બનાવી લે છે. સૂત્રો તો એવો દાવો પણ કરી રહ્યા છે કે આ મહાશય તો આજથી એક દાયકા પહેલા પણ આવા કરતુતો કરતા ઝડપાયા હતા હવે નવાઈ શેની..! હવે એવી પણ ચર્ચા થવા લાગી છે કે, આ મહાશય રંગરેલીયા તો મનાવતા હતા એ સત્ય પારકી પરણેતરના પતિએ પતાવટ કરીને છુપાવી દીધું પરંતુ આ રેડ કાર્પેટ પાથરવા અને આ કામદેવના પૂજારીને આંટામાં લેવા કે, ફસાવવા તો આ કોઈ હની ટ્રેપની તો રેડ કાર્પેટ નથી ને..? થોભો અને રાહ જુવો શું બહાર આવે છે. તપાસ ચાલુ થઈ ગઈ છે…

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કોઠારા પોલીસ કર્મચારીના મોત માટે જવાબદાર બનેલ સગીર બાઇક ચાલકના વાલી સામે ગુનો કેમ ન નોંધાય…?

Kutch Kanoon And Crime

સુથરી નાકર (કચ્છી રાજગોર) મહાસ્થાનનું ગૌરવ

Kutch Kanoon And Crime

ભુજના ધારાસભ્ય ડોકટર નીમાબેન આચાર્યને કોરોના પોઝીટીવ આવતા સેલ્ફી લેનારાઓની સેલ્ફ હોમ કોરોન્ટાઇનની તૈયારી

Kutch Kanoon And Crime

Leave a comment