એકાદ મહિના પહેલા માંડવી કોડાય રોડ ઢીંઢ વાડી વિસ્તારમાં રાત્રીના અંધારા ટમરાના અવાજ વચ્ચે એક ટેમ્પાનો અવાજ આવ્યો જે પોલીસ ખાતા માટે લાભ દાયક નીવડ્યો કે પછી દુઃખ દાયક એ તો (તપાસ બાદ) સમય બતાવશે, પણ કચ્છમાં ગરીબોના ઘઉં ચાઉં થઈ રહ્યા છે, એ સત્ય હવે સામે આવી ગયું છે. ગરીબી રેખા હેઠળ સસ્તા અનાજના શોપ ધારકોને મળતા ઘઉં ગરીબોના પેટમાં પહોંચે તે પહેલા અમુક રાજકારણીઓથી લઈ સરકારી બાબુઓ, અને વચેટીયાઓના પેટમાં અથવા પૈસા રૂપી બેંકમાં પહોંચી ગયા છે. શોર બકોર કરતા ટમરાનો અવાજ અચાનક શાંત કેમ પડી ગયો..? ગરીબોના ઘઉં ચીસો પાડીને પૂછી રહ્યા છે. વાત છે એકાદ મહિના પહેલાની, એકાદ મહિના પહેલા વહેલી સવારે એક ટેમ્પો આવે છે જેની બાતમી પોલીસ ખાતાને અગાઉ મળી ગઇ હોય છે પોલીસ ખાતાના કર્મચારીઓ સ્ટેન્ડ ટુ તૈયાર હોય છે અને બાતમી વાળી જગ્યા ફિક્સ થતાં જ પરફેક્ટ સમય, સંજોગ અને (લાલબત્તી) કે (કાળી ફિલ્મ વાળી RTO માન્ય કાર) સાધનો સાથે પોલિસ કર્મચારીઓ આવી જાય છે બાતમી અને જગ્યા લીક ન થાય તે માટે ગાડીઓ (લાલ બતી સાથે અથવા કાળી ફિલ્મ વાળી કાર લઈ) સ્થાનિક ઢીંઢ વાડી વિસ્તારમાં જ્યા બાઈક પણ માંડ માંડ પહોંચે ત્યાં નક્કી થયેલ રુટ પર ગાડીઓ લઈ જવામાં આવી અને ત્યાં અગાઉથી થયેલી વાત પ્રમાણે વચેટિયાને કહેવામાં આવે છે (કેમેરા રોલ એક્શન) અને વાત આગળ વધી ધીમે ધીમે ખરીદ વેચાણની કાર્યવાહી શુરૂ કરાય છે કોણે કોને કેટલામાં ખરીદયો છે તે તો જગ જાહેર થઈ ગયું છે પણ વાત એમ આવે કે ખરીદ વેંચાણ થઈ જાય તો વચેટિયાની વળતર શું..? માલ, મુદ્દો, સામગ્રીની બોલી બોલાય છે અને નક્કી થયા પ્રમાણે દલાલી સાથે મુદ્દો અને માન ગીરવે મૂકી ખાતા દ્વારા ખાખીને પણ શરમમાં મૂકી દે તેવા વાયદા થાય છે અને ગરીબોના ઘઉં પણ અહી ખાતામાં ખવાઈ જાય છે. હવે તો વચેટિયા મારફત વાત થઈ લીક…
ભુજ – માંડવી, વાયા ઢીંઢ ભાગ -2, (ક્રમશ)
પ્રકાશીત નિતેશ ગોર : 9825842334