કોઠારા ગામે ખીરસરાના ક્ષત્રિય યુવાનની હત્યા મામલે ખીરસરાના એક યુવાન સહિત બે પર પ્રાંતિયોની ધરપકડ કરી લેવાઇ છે મિતરાજસિંહ હઠીસિંહ જાડેજા નામના યુવાનની કોઈ મહિલાને ફોન કરવા બાબતે હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે આરોપીઓમાં પકડાયેલ પરપ્રાંતીઓ મરણ જનારની વાડી પર મજૂરી કામ કરતા હતા જ્યારે ત્રીજો આરોપી ખીરસરા ગામનો યુવાન છે. ખીરસરા ગામના માજી સરપંચ હઠીસિંહ જાડેજાના પુત્રની આ ચકચારી આ હત્યા મામલે પકડાયેલા આરોપીઓમાં ખીરસરા ગામનો દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા ભગુભા જાડેજા તથા હઠીસિંહની વાડી પર મજૂરી કરતા દિવાનસિંહ ઇન્દ્રસિંહ રાયસીંગ તથા અનિલ કુમાર રામ સ્વરૂપ રાજપુતનો સમાવેશ થાય છે આ કેસની તપાસ ચલાવતા કોઠારા પી.એસ.આઇ શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે હત્યાની આ ઘટના પાછળ કોઈ સ્ત્રીને ફોન કરવાનો મામલો નિમિત્ત બન્યો છે.
જોકે હજુ આ મામલે તપાસ ચાલુ છે અને મોબાઇલ ફોનના સીડીઆરની તપાસ કરી રહ્યા છીએ બનાવના દિવસે એટલે કે શુક્રવારે રાત્રે મરણ જનાર મિતરાજસિંહ વાડીએ પહોંચ્યા પછી આરોપી દિગ્વિજયસિંહ જાડેજા પણ તેની વાડીએ ગયો હતો અને કોઈ સ્ત્રીને ફોન કરવા બાબતે આરોપીઓ અને મરણ જનાર વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વધી પડતા ત્રણેય આરોપીઓએ મરણ જનારને તિક્ષણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ લાશને કોઠારા નદીમાં લાવી ત્યાંથી ગટરનો નાળો પસાર થાય છે ત્યાં ગટરની ચેમ્બરમાં લાસને નાખી દીધી હતી. નોંધનીય છે કે કોઠારા પી.એસ.આઇ શ્રી જાડેજાએ સપ્તાહ અગાઉ સુથરીના વિપ્ર યુવાનની થયેલી હત્યા બાદ ગણતરીના જ કલાકમાં હત્યાના આરોપીને ઝડપી લીધો હતો ત્યારબાદ આ ઘટનામાં પણ શ્રી જાડેજાએ સતર્કતા દાખવી આરોપીઓને ઝડપી લીધા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334