છેલ્લા ઘણા સમયથી કચ્છમાં શિકારીઓ બેફામ બન્યા છે જેમાં તાલુકા છારીઢંઢ વિસ્તારમાં યાયાવર કુંજનો શિકાર કરી ભાગતી એક ગેંગ ઝડપાઇ જેમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે અને તપાસ આગળ વધી રહી છે. સમય પ્રમાણે સોસિયલ મીડિયામાં સક્રિય હોવું એ સારી બાબત છે પણ આ સોસિયલ મીડિયા સારા વિચાર ધરાવતા સારી કામગીરી કરનારાઓ માટે સારી છે તો સોસિયલ મીડિયાના માધ્યમથી ગમે તેવા સાયબર ક્રાઇમને અંજામ આપી શકાય છે (જે લોકો ક્રિમિનલ પ્રવૃત્તિ ધરાવે છે તેઓના વિચાર પ્રમાણે) પણ હા આ સોસિયલ મીડિયામાં સરકાર પણ એટલી જ સક્રિય છે જે પળ પળના અપડેટ વાયરલ થતા મેસેજ કે વિડીયા પર સતત નજર રાખી રહી છે જેમાં એકાદ મહિના અગાઉ સોસિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોની તપાસ કરતા આ વીડિયો પૂર્વ કચ્છનો હોવાનું માલુમ પડતા તંત્ર હરકતમાં આવી ગયું અને તરત જ વિડીયોને લાગતા વળગતા વિભાગને જાણ કરી અને વનવિભાગે શિકારીઓને ઝડપી પાડવા તપાસ ટૂકડી બનાવી હતી અને તપાસ ચાલુ કરી તો આ તપાસમાં બહાર આવ્યું કે આ શિકારી ટોળકી કાનમેર નજીક રાયમલવાંઢના કોળી યુવકોની એક ગેંગ છે
તેમણે 17 નવેમ્બરની રાત્રે કાનમેર અને ગાગોદરના સીમાડે મહેસુલી વિસ્તારમાં વન્યજીવનો શિકાર કરી તેમના માંસની મિજબાની માણી “વટ” પાડવા એક વિડિયો ક્લિપ બનાવી હતી અને ભાઈ બંધોના ગ્રૂપોમાં વાયરલ કરી હતી જે વીડિયો વાયરલ થઈ ગયું ધીમે ધીમે આ વીડિયો તંત્ર સુધી પહોંચ્યું અને તંત્ર આવ્યું હરકતમાં અને વિડીયોના આધારે આ શખ્સોને ઓળખવા વનતંત્ર તપાસ કરી રહ્યું હતું અને ઓળખ સ્પષ્ટ થઇ ગયા બાદ આર.એફ.ઓ., આર.એમ. પંપાણીયા અને તેમની ટીમે ચારેને ઉપાડીને પૂછતાછ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો હતો ત્યાર બાદ વન વિભાગે આ ચારે સામે ગુન્હો નોંધી ચારે શખ્સો (1) ઈશ્વર હરી વલિયાણી, (2) જગુ ઊર્ફે જગદિશ કરસન અખિયાણી, (3) કરસન અણદા કોલી અને (4) રાયશી કરસન અખિયાણી સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વ્યક્તિદીઠ 20 હજાર લેખે 80 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334