(રાજ્ય ત્રાસવાદ વિરોધી પોલીસે હાથ ધરેલી તપાસમાં કચ્છના વધુ 8 શખ્સો શહીત 19 ઝડપાયા : ૫૪ દેશી-વિદેશી હથિયારો કબ્જે કરાયા)
કચ્છના ભુજ નજીક ગત મહિને ઢેલનું શિકાર કરીને આવતા બે શખ્સોને પશ્ચિમ કચ્છ LCB પોલીસે પકડી પાડ્યા બાદ ઢેલના શિકારના મામલાએ અનેકના ઢોલ વાગી ગયા છે ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઢેલ શિકાર મામલે જે તે સમયે બે આરોપીઓને પકડી પાડ્યા બાદ તેમની પૂછપરછમાં આ બંને શિકારીઓના કબ્જામાંથી મળી આવેલ બંદૂકો અમદાવાદના ગન ડીલર પાસેથી મેળવ્યાનું જાહેર થતા બોર્ડર રેન્જ IG સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયાને આ મામલામાં ગંભીરતા જણાતા આ બંને ઉચ્ચ અધિકારીઓએ રાજ્ય ત્રાસવાદ વિરોધી પોલીસ ATSને આ મામલામાં ઝંપલાવવાનું જણાવતા ઢેલ શિકારનો આ મામલો ગંભીર બની ગયો હતો અને રાજ્ય ત્રાસવાદ વિરોધી પોલીસ ATSએ આ મામલાની તપાસમાં ઝંપલાવતા એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ સાથે રાજ્યવ્યાપી શસ્ત્ર કૌભાંડનો પર્દાફાસ થયો છે રાજ્ય પોલીસે કચ્છના બે ઉચ્ચ અધિકારીઓની ભલામણને ગંભીરતાથી લઈને તપાસ આગળ ધપાવી હતી જેમાં કચ્છ પોલીસે અમદાવાદ ખાતેથી તરુણ ગન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતોને લઈને ATSએ એક પછી એક રાજ્યવ્યાપી શસ્ત્ર કૌભાંડના સૂત્રધારોના ચહેરા બે નકાબ કર્યા હતા જેમાં સૌ પ્રથમ તરુણ ગન હાઉસમાંથી ગેરકાયદેસર વેચાયેલા 14 શસ્ત્રો સાથે ૧૧ આરોપીઓની ધરપકડ કર્યા બાદ તપાસને વેગવંતી બનાવી હતી. વાંકાનેરના મુસ્તાક બ્લોચ અને કાંઠા ગાંગડ ગામના વહીદખાન અસરફખાન પઠાણને પકડી પાડ્યા બાદ આ શખ્સોના પેટામાં શસ્ત્રોના ખરીદ વેચાણનો ધંધો કરતા હળવદના દિગ્વિજયસિંહ ઝાલા ને પકડી પાડવામાં આવ્યો હતો. આ તમામની પૂછપરછમાં કચ્છમાં પણ છેક અબડાસા સુધી આ ગેરકાયદેસરના શસ્ત્રો વેચાયાની હકીકત સામે આવતા ATSની ટીમે કચ્છમાં ધામા નાખીને ભુજના ત્રાયા ગામના અનશ કાસમ માંજોઠી ઉપરાંત ભુજના ગફૂર ઉર્ફે તુલા કેસર પઢીયાર લલિયાણાના મનહરસિંહ વિક્રમસિંહ જાડેજા, મુકેશ મણીલાલ કાલીયા, હકુમતસીંહ રણજીતસીંહ જાડેજા, તથા રાપરના અરવિંદસિંહ રાણુભા જાડેજા અને મેઘપર બોરીચીના ગિરિરાજ ઠક્કર સહિત 19 શખ્સોને પકડી પાડી દેશી વિદેશી બનાવટની બંદૂક અને રિવોલ્વર સહિત 54 શસ્ત્રો કબ્જે કર્યા છે ATSની તપાસ દરમિયાન તરુણ ગન હાઉસના માલિક દ્વારા ગેર કાયદેસરના દેશી-વિદેશી હથિયાર નેપાળ માર્ગેથી ભારતમાં ગેરકાયદેસર લાવી તેનું ગુજરાતના બોગસ આધાર કાર્ડ વગેરે બનાવીને વેચાણ કરાતું હોવાનો પર્દાફાશ થયો છે કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છમાં હજુ પણ ગેરકાયદેસર હથિયારો ખરીદનારાઓના ચહેરા બેનકાબ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આવા લગભગ અડધો ડઝન શખ્સો ATSના રડારમાં આવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં સરહદી કચ્છ જિલ્લામાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર હથિયારોના કારોબારનું પર્દાફાશ થવાની શક્યતા જોવાઇ રહી છે તો છેક અબડાસા સુધી આ ગેરકાયદેસરના હથિયાર નેટવર્ક પહોંચતા સ્થાનિક ગુપ્તચર એજન્સીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે આગામી દિવસોમાં કચ્છમાં મોટાપાયે ધડાકા-ભડાકા થવાની શક્યતા જોવાઇ રહી છે.
નિતેશ ગોર : 9825842334