માંડવી તાલુકાના ગોધરા ગામની ખારોડ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયેલ ગોધરા ગામનો આશાસ્પદ યુવાન હરેશ દેવજી જોગી (ઉમર વર્ષ – 30)
જે ગઈકાલે બપોરના ભાગે કોઈ કારણે પાણીના પ્રવાહમાં ગોધરાની ખારોડ નદીમાં ડૂબી ગયેલ હતો જેની અત્યંત શોધખોળ છતાં પણ સવાર સુધી અતો પતો ન મળતા આખરે ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી વર્ષાબહેન પ્રવીણભાઈ કન્નડ અને મામલતદાર સાહેબના માર્ગદર્શન હેઠળ NDRFની ટીમ આવતા ગણતરીના કલાકોમાં જ ડૂબી ગયેલા યુવાનની બોડી મળી આવેલ હતી. આવા કપરા સમયમાં માર્ગદર્શન અને બે દિવસ સુધી સતત હાજર રહેલ માંડવીના મામલતદાર શ્રી ગોકલાણી સાહેબ, માંડવી પોલીસ સ્ટેશનના PI શ્રી સિમ્પી સાહેબ અને એમની ટીમ, મરીન PI શ્રી ચૌધરી સાહેબ, TDO સાહેબશ્રી, તલાટીશ્રી શરદભાઈ, જાહન્વીબેનના માર્ગ દર્શન મુજબ આજુબાજુના ગામડાઓમાંથી આવેલ તરવૈયાઓ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી હતી. આખરે મહામહેનતે NDRFની ટીમ દ્વારા પાણીમાં ડૂબી ગયેલા યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી જેને પોલીસ દ્વારા આકસ્મિક મોત નોંધ PM સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ સુનીલ મોતા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334