અહી પેકેટો તરીને આવે છે કે પછી કોઈ રાખી જાય છે..!?
બેશક કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે “કંઈક રંધાય છે એ ગંધાય છે” આમ તો કચ્છના દરિયા કિનારા વિસ્તારમાંથી છેલ્લા દોઢેક વર્ષથી બિનવારશું હાલતમાં ચરસ અને હિરોઈન જેવા ડ્રગ્સના બિન વારસો પેકેટો મળી આવવાનો સિલસિલો ચાલુ છે અને સરકારી તંત્ર અને ખુદ સરકાર કહે છે કે દરિયામાંથી આ માદક પદાર્થના પેકેટો તણાઈ આવે છે.
ગુજરાત સરકાર અને સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાની અને સરકારની પીઠ થપથપાવતા ગુજરાત પોલીસ સતર્ક છે અને દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવા ઈચ્છતી નાપાક એજન્સીઓના મનસુબાને કામયાબ થવા નથી દેતી તેમ કહીને ગૃહમંત્રી ભલે પોતાની અને ગુજરાત પોલીસની પીઠ થપથપાવતા હોય પરંતુ સમય સમય પર કચ્છ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે કઈ રીતે ડ્રગ્સના પેકેટો પહોંચે છે અને કઈ રીતે દેશના મહા બંદર એવા કંડલા પોર્ટ નજીક આ પેકેટો નિર્જન વિસ્તારમાં પહોંચી જાય છે આ પેકેટો જ્યાંથી મળે છે ત્યાં બિનવારસુ હાલતમાં કોણ રાખી જાય છે તેના કોઈ સુરાગ નથી મળતા આ કડવું સત્ય છે. પોરબંદર નજીકથી બિન વારશુ હાલતમાં ચરસના પેકેટો મળી આવ્યા બાદ સંભવત કંડલા પોર્ટ પર કન્ટેનરમાં આવેલા મનાતા અને ગાંધીધામ નજીકના સુમસામ વિસ્તારમાં રાખી દેવાયેલ ચરસના પેકેટોનો વિક્રમ જનક જથો મળ્યા પછી કચ્છના જુદા જુદા દરિયા કિનારેથી છેલ્લા દસ દિવસના ગાળામાં 200 અત્યંત ઉંચી માત્રાના ચરસના પેકેટો જેની કિંમત રુપિયા 140.50 કરોડ થવા જાય છે આટલા બધા પેકેટો એક સાથે મળી આવવા અને તેમાં પણ માંડવી નજીક પ્લાસ્ટિકના ડ્રમમાં પેક થયેલ 40 પેકેટ એક સાથે બિનવારસુ મળી આવવા એ ક્યારેય પણ સામાન્ય બાબત હોઈ શકે નહીં અને આ બિન વારસો માદક પદાર્થના પેકેટો કબજે કરવા એ પોલીસ પ્રશાસનની સફળતા ન ગણી શકાય ખરેખર આ માદક પદાર્થના પેકેટો રાતોરાત કઈ રીતે દરિયા કાંઠે પહોંચી રહ્યા છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે. કચ્છ જિલ્લામાં બેશક માંડવીથી લઈને છેક નારાયણ સરોવર સુધીના દરિયાકાંઠા પર કંઈક રંધાઈ રહ્યું છે આ સત્ય રાજ્ય સરકારે રાજ્યના ગ્રહ વિભાગે અને પોલીસ પ્રશાસને સ્વીકારવું પડશે યાદ રહે કોઈ એવા મૂર્ખ ન હોય જે કરોડોની કિંમતના પેકેટ દરિયા કિનારે ઠાલવી જાય અથવા રેઢા મૂકી દે આ આખું એક નવું જ ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે 70 – 80’ના દાયકામાં કચ્છનો દરિયાકાંઠો સોના ચાંદીના સ્મગલિંગ માટે કુખ્યાત બન્યો હતો એ જ રીતે હવે કચ્છનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત બની રહ્યો છે આ હકીકત છે અહી ચરસના પેકેટો સહી સલામત આવી હસે જેમાંથી જે સગે વગે કરવામાં હોય તે સગે વગે થઈ જતા હસે બાકી તંત્રનું ધ્યાન ભટકાવવા આવી બાકી બે પાંચ કે દસ પેકેટો રાખી દેવામાં આવતા હસે. આ બાબતને ગંભીરતાથી સમજવાની જરૂર છે સ્પષ્ટ રીતે જે દેખાય છે તેવું ચિત્ર નથી અહીં કંઈક અલગ જ નેટવર્ક કામ કરી રહ્યું છે જેની ગંભીરતા રાજ્ય સરકારે રાજ્યના ગ્રહ વિભાગે સમજવી પડશે. યાદ રહે અહીં કોઈ પરગ્રહ વાસી એલીયન આવીને આ માદક પદાર્થ એટલે કે હિરોઈન, ચરસ જેવા ડ્રગ્સના પેકેટો રાખી જતા ન હોય..! પરદેશી અને દેશી એટલે કે સ્થાનિક નંગોનું જ આ કામ હોઈ શકે છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334