અબડાસાના પીંગલેશ્વરથી જખૌ વચ્ચેના દરિયા કિનારે સહીદ સુલેમાન પીરની જગ્યા નજીકથી આજે વધુ એક વિસ્ફોટક મળી આવ્યો હતો. આ વિસ્ફોટકની ચકાસણી માટે કાર્યવાહી હાથ ધરાઈ છે આ વીસ્ફોટક મળ્યાની સાથે જ આ વિસ્તારમાં પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ ટુકડીઓ અને ડોગ દ્વારા વિશેષ તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે છેલ્લા 15 દિવસથી અબડાસાના દરિયા કિનારાથી લઈને છેક માંડવી સુધી દરિયાકાંઠેથી બીન વારસો હાલતમાં તરસના પેકેટો મળી રહ્યા છે એની સાથે અઠવાડિયા પૂર્વે એક વિસ્ફોટક પણ મળી આવ્યો હતો જેને ગંભીરતાથી લઇ વિવિધ એજન્સીઓ દ્વારા વિશેષ તપાસ હાથ ધરાય છે. આ કાર્યવાહીમાં જખૌ મરીન પોલીસ સહિત વિવિધ ટીમો જોડાઈ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334