કચ્છ જિલ્લામાં બહુચર્ચિત હની ટ્રેપ મામલે ગણેશ નગર ભુજ ખાતે ગુજ્જુ ગીરીના મકાનમાં રહેનારા અને મનીષા અને ગુજ્જુ ગીરીના ઇશારે કામ કરનાર અમદાવાદનો દીક્ષિત નાકરાણી અને રાજકોટના અક્ષય કોતર આહીરને પકડી પાડવામાં આવ્યા બાદ બંનેને આજે નખત્રાણા કોર્ટમાં રજૂ કરાતા આ બંને આરોપીઓના અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન વધુ કેટલીક માહિતી સાથે ખુલાસા થવાની પોલીસને આશા છે. દરમિયાન આ ચકચારી હની ટ્રેપનો કિરદાર નિભાવનાર પકડાઈ ગયેલી દિવ્યા ચૌહાણને ગળપાદર જેલમાં ટ્રાન્સફર કરાય છે મનીષા ગોસ્વામી પાલારા જેલમાં બંધ હોય તેનાથી દૂર રાખવા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે દરમિયાન અન્ય આરોપીઓ વિવેકસિંહ જાડેજા એડવોકેટ તથા પરેશ રંધોડીયા અને અઝીઝ સમા એમ કુલ પાંચ આરોપીઓને પાલારા જેલમાં અલગ અલગ બેરેકમાં રાખવામાં આવશે આ ઉપરાંત ફરાર ગુજ્જુ ગીરી ગોસ્વામી સહિતના આરોપીઓને પકડી પાડવા અને મનીષાનો પાલારા જેલમાંથી કબજો લેવા કવાયત હાથ ધરાઇ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334