પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા પોલીસ સ્ટાફ સાથે અંજાર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પી.આઈ. એમ.એન. રાણાને બાતમી મળેલ છે કે વીડી તરફ જતા રોડ પર આવેલ દાતાપીરની દરગાહની સામેની બાજુએ આવેલ અમીરઅલી નોડેના મુરઘી ફાર્મમાં ફિરોજ નોડે તથા મોહન ગઢવી બન્ને જણા ભાગીદારીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે જે દારૂનો જથો બન્ને જણા સગેવગે કરે તે પહેલાં રેઇડ કરતા મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતું. આ પકડાયેલ આરોપીઓ (૧) ફિરોજ મામદરફિક નોડે ઉ.વ.૨૫ રહે. બાયડ ફળીયુ દેવળીયાનાકા, અંજાર (૨) મોહન સામત ગઢવી ઉ.વ.૨૪ રહે. સોનલનગર, ગાંધીધામ મૂળ રહે. જશાપર પ્લોટ , માળીયા હાટીના તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ વાળાની અટક કરી આ બન્ને પાસેથી મુદામાલ ભારતીય બનાવટના વિદેશી બોટલ નંગ -૨૧૬ કિમત રૂપિયા ૮૧,૦૦૦ / તેમજ મોબાઇલ ફોન નંગ -૨ કિમત રૂપિયા ૧૦,૦૦૦/- એમ કુલ્લે મુદ્દામાલ કિમત રૂપિયા ૯૧,૦૦૦/- કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન. રાણા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.
અહેવાલ : દિનેશ જોગી પૂર્વ ક્ચ્છ બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334