Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

માંડવી બીચ પર ઘોડા ચલાવી રોજગારી મેળવતો મસ્કાના આધેડ શ્રમજીવીએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી

માંડવી બીચ પર ઘોડા ચલાવી રોજગારી મેળવતા મસ્કાના અબુભખર ઇશાક સુમરા નામના આધેડ વયનો ઈસમ આજે વીજ થાંભલા પર ગળેફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શ્રમજીવી છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે સતત લોકડાઉનમાં રહેતા બેરોજગાર બની ગયો હતો અધૂરામાં પૂરું તેને કોઈ બીમારી લાગુ પડતા જેના કારણે તેને ગુજરાત ચલાવવું અને જીવવું દુષ્કર બની જતા ઘળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની શક્યતા જોવાઇ છે. જોકે વીજ થાંભલા પર ગળેફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવેલા શખ્સના એક પગમાં ચપ્પલ છે જ્યારે બીજી ચપ્પલ નીચે પડેલી છે તેથી આ ઘટના આત્માહત્યા છે કે બીજું કંઇ તે અંગે પણ તપાસ જરૂરી બની છે કારણકે ગળેફાંસો ખાતી વખતે વ્યક્તિ પગ છુટા હોય તો તે ખૂબ હલાવતો હોય છે ત્યારે બંને પગમાંથી ચપ્પલ નીચે પડી જવા જોઈએ પરંતુ આ ઘટનામાં એવું નથી બન્યું જે સૂચક છે..

અહેવાલ : સુનિલ મોતા માંડવી

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા માંડવી હાઈવે પર એક દિવસમાં બીજા અકસ્માતે વધુ એક ભોગ લીધો

Kutch Kanoon And Crime

સરકારી અજીબ નિયમોમાં ખાટલા/બાટલાની રામાયણમા નવરા થઈએ તો રોટલાની રામાયણ ઉભી છે..!

Kutch Kanoon And Crime

સુમરાસર (શેખ) ગામની સીમમાંથી પશુમાંસનું ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું…

Leave a comment