લખપત તાલુકાના દોલત પર ગામની સીમમાં પીલુંના ઝાડ પર ચડેલા કોળી સમાજના બે માસૂમ બાળકો વીજ વાયરના સંપર્કમાં આવી જતા બંને માસૂમ બાળકો મોતને ભેટયા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દયાપર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને માસૂમ બાળકોના મૃતદેહો પેલુંના ઝાડ પરથી નીચે ઉતાર્યા બાદ બંનેના મૃતદેહો પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને બાળકો પીલુ ખાવા માટે ઝાડ પર ચડ્યા હતા પરંતુ ખેતરમાંથી પસાર થતી વીજળીની લાઇનનો એક વાયર પીલુંના ઝાડ સાથે અડેલો હોવાથી બંને બાળકો વીજ વાયરના સંપર્કમાં આવી ગયા હતા જેથી આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે આ અંગેની વધુ તપાસ ગયા પણ પોલીસે હાથ ધરી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334