પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા બોર્ડર રેન્જ તેમજ પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન મુજબ પ્રોહીબીશન કેશોને નેસ્તનાબૂદ કરવા અનુસંધાને માનકુવા પોલીસ ઇસ્પેક્ટર કે.બી. વીહોલ પોતાના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માનકુવા પોલીસની હદમાં આવતા ચુનડી ગામે પોલીસ હેડ કોન્સ્ટેબલ હરિશ્ચંદ્રસિંહ જાડેજા અને કાનાભાઇ રબારીને ખાનગી બાતમી મળતા જે ખાનગી બાતમીના આધારે તપાસ કરતા પ્રવીણ વેરસી સીજુ (મહેશ્વરી) ચુનડીથી ગજોડ જતા રોડ પર ચુનડી ગામથી આશરે બે કિલોમીટર દૂર રોડની જમણી બાજુ તેના કબ્જામાં આવતી વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હતો જે જગ્યાએ રેડ કરતા 600 નંગ બોટલ કિંમત રૂપિયા 2,10,000/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂ કબ્જે કરી વાડી ભોગવટો પ્રવીણ વેરશી સિજુ (મહેશ્વરી) ફરાર થઈ ગયો હતો જેની સામે કાયદેસર ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે આ કામગીરીમાં માનકુવા પોલીસ ઇન્સ્પેકટર કે.બી. વિહોલ, પો.હેડ.કોન્સ. જયપાલસિંહ જે. જાડેજા, પો.હેડ.કોન્સ. હરિશ્ચંદ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. કાનાભાઈ હમીરભાઈ રબારી, પો.કોન્સ. અશોક ડાભી, ભુપેન્દ્રસિંહ ઝાલા, વગેરે સાઠવા રહ્યા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334