Kutch Kanoon And Crime
Breaking NewsAnjarGujaratKutchSpecial Story

રાજય સરકારે રૂ.૧.૫૦ કરોડ ગોવર્ધન પર્વતને પ્રવાસન વિકાસ માટે ફાળવ્યા

(ગોવર્ધન નંદીશાળા અંજાર ખાતે રૂ.૭૦ લાખના ખર્ચે નિર્મિત નદી શાળા શેડ, ચબૂતરો, ઘાસચારા ગોડાઉન, કાર્યાલય લોકાર્પણ)

રૂ.૧.૫૦ કરોડ ગોવર્ધન પર્વત પ્રવાસન વિકાસ માટે પ્રવાસન વિભાગ હેઠળ ફાળવવાની જાહેરાત કરતા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, નંદી, ગૌ સેવા આપણી ભારતીય સંસ્કૃતિ છે. અંજાર ગોવર્ધન નંદીશાળા ખાતે રૂ.૪૦ લાખના ખર્ચે નિર્મિત ઘાસ ગોડાઉન નંદીશાળા કાર્યાલય અને રૂ.૩.૫ લાખના ખર્ચે નિર્મિત ચબૂતરાનું લોકાર્પણ રાજયમંત્રીશ્રીએ આજરોજ કર્યુ હતું. મંત્રીશ્રીએ આ તકે નંદી-ગૌ સેવા દાતાઓ અને ભકતોનું સન્માન કરતાં જણાવ્યું હતું કે, ગૌ-નંદી સેવા આપણો ધર્મ છે. રાજયની પ્રથમ નંદીશાળામાં ૫૫૦ જેટલાં નદીઓની સેવા થઇ રહી છે. એ કચ્છ અંજારના ગૌ-નંદી સેવા ભકતો, દાતાઓ અને રસિકોને આભારી છે. હું તેમને હદયપૂર્વક અભિનંદન આપું છું. સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત અને સંવેદના સેવા ગ્રુપ અંજારના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે નંદીપ્રેમી દાતાઓને આવકારતાં ગોવર્ધન નંદી શાળામાં નિત્ય સેવા આપતા ગોવાળીયાની પ્રશંસા કરી રાજય સરકાર દ્વારા ગોવર્ધન પર્વત વિકાસ માટે ગોવર્ધન નંદીશાળાને ફાળવવામાં આવેલ રૂ.૧.૫ કરોડના અનુદાનની જાહેરાત માટે રાજયમંત્રીશ્રી વાસણભાઇનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન પથમેળાના મહંતશ્રી મુકદંજી મહારાજે જણાવ્યું હતું કે, નંદીશ્વ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. ગાય વગર કોઇની ગતિ નથી. તેમને ગુજરાતની પ્રથમ નંદીશાળા માટે દાતા ભાવિકોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે દાતાશ્રી બાબુભાઇ હુંબલ, હરિભાઇ જાટિયા, અશોક સોની અને રણછોડભાઇ આહિરે પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાતની પ્રથમ નંદીશાળાના સ્થાપના અને વહન તેમજ સેવા માટે થતી પ્રવૃતિઓ અને દાતાઓની સેવા અને દાનની વિસ્તૃત વિગતો રજુ કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ ગોવર્ધન નંદીશાળામાં યોગદાન, આપનાર ગોવાળીયા,દાતાઓ, કર્મવીરોનું તકતી શાલ આપી મહંતશ્રી ત્રિકમદાસજી વતી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે શાસ્ત્રી ઘનેશ્વર, મહારાજ ભગવાનદાસજી મહારાજ, ડી.સી.ઠકકર, ત્રિકમભાઇ છાંગા, જીવા શેઠ, હરિભાઇ જાંટિયા, રાજુભાઇ પલણ, જીજ્ઞેશ દોશી, મયુર મજેઠીયા, જખાભાઇ હુંબલ, ગોપાલ માતા, રાઘેશ્યામ આહિર જેવા વિવિધ કામો સાથે સંકળાયેલા દાતાઓ, ભાવિકો ભાવપૂર્વક હાજર રહયા હતા.

અહેવાલ : અંજાર બ્યુરો

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પૂર્વ ક્ચ્છના નામાંકિત વકીલ હેતલ સોનપાર અને વિનોદ મકવાણાની દલીલો કામે લાગી : બે અલગ અલગ કેશોમાં જામીન મુક્ત કરાવ્યા

Kutch Kanoon And Crime

પિંગલેશ્વર મહાદેવ મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં નિષ્ફળતા છતાં ટ્રસ્ટીઓ, ભાવિકો મૌન કેમ…?

Kutch Kanoon And Crime

સરકાર કહે છે ઓનલાઈન અભ્યાક કરો… પિતાએ 15 વર્ષના દીકરાને મોબાઇલથી દુર રહેવા કહ્યું ને દીકરાએ કર્યો આપઘાત

Kutch Kanoon And Crime

Leave a comment