Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજમાં પાર્ટી પ્લોટમાં આંતરરાજ્ય ચોકીદારની રહસ્યમય હત્યા

પશ્ચિમ કચ્છ પોલીસની હદમાં આવતા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી હત્યા ઉપર હત્યાના બનાવો અવિરત બનવા લાગતા પોલીસ તંત્ર અબડાસા તાલુકા પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે દોડધામમાં પડી ગયું છે દયાપર વિસ્તારમાં ગુનેરીની સીમમાં એક અજાણી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં માંડવી તાલુકાના ફરાદી ગામની સીમમાં વડોદરાથી પોતાની ભાવિ વાગ્દતા ને લેવા આવનાર યુવાનની ઘાતકી હત્યા પછી હવે ભુજ ખાતે આજે વહેલી સવારે રાવલવાડી વિસ્તારના રઘુવંશી ચોકડી નજીક આવેલ શિવમ પાર્ટી પ્લોટના પરપ્રાંતિય ચોકીદારની રહસ્યમય હત્યા થઈ જતા ચકચાર વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે શિવમ પાર્ટી પ્લોટના ચોકીદાર તરીકે નોકરી કરતો શિવો માતા પ્રસાદ દ્વિવેદી નામનો ૪૦ વર્ષીય યુવક અત્યંત ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં ગેટની બહાર નીકળતા નજરે પડ્યા બાદ કોઈ નાગરિકોએ શિવમ પાર્ટી પ્લોટના માલિકને જાણ કર્યા બાદ ગંભીર રીતે ઘાયલ શિવાને હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તેની સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું અે/ડીવીઝન પી.આઇ. બારોટના જણાવ્યા પ્રમાણે મરણ જનાર યુવકના બંને પગ પર પાવડાના હાથાથી તીવ્ર પ્રહાર કરીને બંને પગને ભાગી નખાયા હતા ઉપરાંત તેને છાતીમાં પણ ગંભીર ઇજાઓ કરી હોવાનું જાણવા મળે છે આ યુવાનની હત્યા કોણે કરી અને શા માટે કરી છે તે અંગેની તપાસ ભુજ એ/ડિવીઝન પી.આઇ. એ હાથ ધરી છે. આ ઘટનાએ ભુજમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

રાપર તાલુકાના ટગા ગામમાં થયેલ હત્યાના આરોપીઓને રાઉન્ડ અપ કરી : COVID-19 નું ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાઈ

કોરોના મહામારીથી બચવા ક્ચ્છ આવેલા મુંબઈના પ્રતિષ્ઠિત મહાનુભાવો જુગારમાં 22,71,150/-ના મુદામાલ સાથે ઝડપાયા

Kutch Kanoon And Crime

કચ્છ : સૈયદ સુલેમાનપીર ટાપુ નજીક સંયુક્ત પેટ્રોલિંગ દરમ્યાન 20 શંકાસ્પદ ચરસના પેકેટ મળ્યા…

Leave a comment