Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

છેતરપિંડીના ગુનામાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપી વિક્રમસિંહ રામસંગજી જાડેજાને માંડવી પોલીસે મહારાષ્ટ્રમાંથી પકડી પાડ્યો

પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથાલીયા સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ અને ભુજ વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. પંચાલની સુચના પ્રમાણે નાસતા ફરતા આરોપીને પકડવા અંગેની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ હતી જે અનુસંધાને અધિકારીઓના નિગરાની મુજબ માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા જે દરમિયાન છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી વિક્રમસિંહ રામસંગજી જાડેજા ઉંમર વર્ષ 42 ઘનશ્યામ નગર માંડવી કચ્છ વાળાને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પકડી પાડી આગળની તપાસ હાથ ધરી હતી. આ કામગીરીમાં માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. ચૌધરી પોલીસ, હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ ગઢવી, ચેતનભાઇ લાલજીભાઈ, દિલીપસિંહ ભરતસિંહ વગેરે સાથે રહ્યા હતા.

અહેવાલ : સુનિલ મોતા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

સરકારી અજીબ નિયમોમાં ખાટલા/બાટલાની રામાયણમા નવરા થઈએ તો રોટલાની રામાયણ ઉભી છે..!

Kutch Kanoon And Crime

સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લેતા પૂર્વ કચ્છ SP પરીક્ષિતા રાઠોડ

Kutch Kanoon And Crime

ઢોરી ગામમાં પ્રેમ સંબંધમાં યુવતીની હત્યાથી ચકચાર…

Kutch Kanoon And Crime

Leave a comment