Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutch

ક્ચ્છ જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ નરેશ મહેશ્વરીનું નિધન : મિત્ર વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું

કચ્છ જીલ્લા કોગ્રેસના માજી પ્રમુખ અને મહેશ્ર્વરી સમાજના આગેવાન નરેશ મહેશ્ર્વરીનુ ટુંકી માંદગીમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી ફેંફસાની બિમારીથી પિડાતા અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે છેલ્લા 4 દિવસથી તેમની તબીયત વધુ બગડતા તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ જિલ્લામાં કોગ્રેસના સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભુમીકા ભજવી હતી. વર્તમાન લોકસભાની ચુંટણીમાં તેઓ કચ્છના સાંસદ સામે ચુંટણીજંગમા ઉતર્યા હતા. તેમના મૃત્યુના સમાચારથી કચ્છ કોગ્રેસમાં શોકની લાગણી ફેલાઇ છે. એન.એસ.યુ.આઇ અને યુથ કોગ્રેસથી કોગ્રેસમાં પોતાની કારકીર્દી શરૂ કરનાર નરેશ મહેશ્ર્વરીએ સંગઠન માટે ખુબ કામ કર્યુ છે. તો સમાજમાં પણ અનેક હોદ્દા પર તેઓ રહી ચુક્યા છે. માધાપર ગ્રામપંચાયતમાં તેઓ હોદ્દેદાર રહી ચુક્યા હતા. નરેશ મહેશ્ર્વરીના નિધનથી કોગ્રેસ અને સમાજને એક મોટી ખોટી પડી છે. કચ્છ કોગ્રેસના પ્રવક્તા સહિત કોગ્રેસના આગેવાનોએ મૃત્યુના સમાચારની પુષ્ઠી સાથે તેમના નિધનનુ દુખ વ્યક્ત કર્યુ હતુ.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

નાના કપાયામાંથી કેટલફિડ (મરઘાના ચણ)નો જથ્થો ઝડપાયો

Kutch Kanoon And Crime

બ્રેકિંગ ન્યુઝ…. ખીરસરાના યુવાનની હત્યા મામલે બે પરપ્રાંતીય સહિત ત્રણ શકમંદોને ઉઠાવાયા….?

Kutch Kanoon And Crime

ભૂજ તાલુકાના ભારાપર ગ્રામ પંચાયતના સભ્યને 3640 રૂપિયાનો દંડ ભરવા હુકમ કરાયો

Kutch Kanoon And Crime

Leave a comment