Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

ખરે ખર પાકિસ્તાની પ્રેમીકાને પામવા એક એન્જીનીયરીંગનો છાત્ર મુંબઇથી બાઇક લઈ ક્ચ્છના રણમાં ઘૂસ્યો કે પછી..?

મહારાષ્ટ્રના છેક ઊસમાનાબાદમાં રહેતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો જીશાન સલીમ સિદ્દીકી નામનો યુવાન ૧૧મી જુલાઇએ ગુમ થયા બાદ પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસે જીશાનના મોબાઈલની તપાસ કરતા સૌથી પહેલા મોબાઇલમાં પાકિસ્તાનથી ચેટિંગ થયાનું બહાર આવતા ચોકી ઉઠેલા મહારાષ્ટ્ર પોલીસે વ્યાપક તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ગુજરાતમાં મોબાઇલનું લોકેશન કચ્છના ખડીર પંથકમાં મળતા મહારાષ્ટ્ર પોલીસે જીશાન સિદ્દીકીના ફોટા વાયરલ કર્યા હતા. ત્યારે કચ્છની વિવિધ ગુપ્તચર એજન્સીઓ અને સલામતી તંત્રોમાં ખળભળાટ મચી ગઈ હતી. આ ઘટનામાં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદથી ગુમ થયેલો એન્જિનિયરિંગનો છાત્ર એવો એક યુવાન પાકિસ્તાન ખાતે પોતાની પ્રેમિકાને મળવાના પ્રયાસ દરમિયાન કચ્છના સીમા વિસ્તારમાંથી ઝડપાઈ ગયો છે જીશાન સલીમ સિદ્દીકી નામનો આ યુવાન મહારાષ્ટ્ર ઊસમાનાબાદનો રહેવાસી છે અને તે ઊસમાનાબાદથી બાઈક લઈને કચ્છ સુધી ગુગલ મેપના આધારે પહોંચી પાકિસ્તાન જવા ઈચ્છતો હતો તેવી હકીકત સામે આવતા સલામતી એજન્સીઓ ચોંકી ઉઠી છે અને ખરેખર આ ઉચ્ચ શિક્ષિત એવો એન્જિનિયરિંગ છાત્ર હકિકતે પ્રેમ પ્રકરણમાં પાગલ બનીને પ્રેમિકાને મળવા જતો હતો કે પછી હનીટ્રેપનો શિકાર બન્યો છે એ અંગેની તપાસ શરૂ થઇ છે. ઉચ્ચ શિક્ષિત એવો જીશાન સિદ્દીકી શિક્ષિત હોવાથી તે ગેરકાયદેસર સીમા પાર કરીને જવું એ એ ગુનો બને છે તેનાથી વાકેફ હતો એ જાણતો હોવા છતાં તેનો આ પ્રયાસ શંકાસ્પદ માનવામાં આવે છે ત્યાર બાદ ઊસમાનાબાદથી નીકળેલા આ યુવાનનું બાઈક રણમાં ફસાઇ જતા મહારાષ્ટ્ર પારસિંગની બાઈક કબ્જે કરી લેવાયું છે અને ત્યાંથી તે પગપાળા ગયાના નિશાન મળતાં તે કાળા ડુંગર વિસ્તારમાં કાઢવાડ સુધી આવી ગયો હોવાનું અને તે BSFના જવાનોના હાથે પકડાઈ ગયાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઊસમાનાબાદથી આ યુવાન ૧૧મી જુલાઈએ ગુમ થયો હતો જેની પોલીસમાં નોધ થયા બાદ મહારાષ્ટ્ર પોલીસે તેનો મોબાઇલ ટ્રેસ કરતા તેના મોબાઇલમાં પાકિસ્તાનની કોઇ વ્યક્તિ સાથે સતત સંપર્ક કર્યાની વિગતો ખુલતા મહારાષ્ટ્ર પોલીસ ચોંકી ઉઠી હતી અને ગુમ થયેલા યુવાનની ગંભીરતાથી તલાશ હાથ ધરતા અને તેનો મોબાઇલ ટ્રેસ કરતા તેના મોબાઇલનું લોકેશ કચ્છના રાપર અને ત્યારબાદ પાકિસ્તાન બોર્ડર નજીક ખડીરના રણમાં મળતા મહારાષ્ટ્ર પોલીસે તાત્કાલિક અસરથી કચ્છ પોલીસને આ યુવાનના ફોટા સહિત વિગતો મોકલી સ્થાનિક પોલીસ સતર્ક થતા ગઈ કાલથી તપાસ હાથ ધરાઇ હતી આ દરમિયાન એક શંકાસ્પદ યુવાન બાઇકથી નીકળ્યાની હકીકત મળતા પોલીસ અને વિવિધ એજન્સીઓ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી એ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની બાઈક રણમાં ફસાયેલી હાલતમાં મળી આવતા સ્થાનિક એજન્સીઓ પણ દોડતી થઇ ગઇ હતી અને BSFને જાણ કરી સીમા પર સતર્કતા વધારવા આદેશ અપાયા પછી સલામતી એજન્સીઓ પોલીસ અને BSFદ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તે દરમિયાન ખડીરથી બાઇક મુકીને પગપાળા નીકળી ગયેલ યુવાન પાકિસ્તાન સીમા પહોંચવાના બદલે ભૂલો પડીને કાળા ડુંગર સુધી આવી જતા કાઢવાંઢ ગામ નજીક એ પકડાઈ ગયો હતો આ યુવાનની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ અને પૂછપરછ હાથ ધરાઇ છે તો બીજી તરફ યુવાનનો કબ્જો લેવા મહારાષ્ટ્ર પોલીસ પણ કચ્છ તરફ આવવા નીકળી ચૂકી છે. જીશાન સિદ્દીકી નામનો આ યુવાન ખરેખર પાકિસ્તાની કોઇ યુવતીના પ્રેમમાં હતો કે પછી તે કોઈ નાપાક સાજીશનો શિકાર બનીને હની ટ્રેપનો ભોગ બન્યો છે તે તેની પૂછપરછમાં સ્પષ્ટ થશે હાલ તુરંત મહારાષ્ટ્રનો આ યુવાન પ્રેમિકાને પામવા કચ્છની સીમાએથી પાકિસ્તાન જવાની પેરવી કરતા પકડાયાની આ ઘટનાએ સ્થાનિક એજન્સીઓમાં ખળભળાટ મચાવી દીધો છે.

નિતેશ ગોર – 9825842334

Related posts

અંજાર ખાતે SBI બેન્કના ATM સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડની રહસ્યમય હત્યા

Kutch Kanoon And Crime

આખરે ભુજના નિવૃત્ત નાયબ મામલતદારના પુત્ર નરેન્દ્રસિંહ રવાજી જાડેજા સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું

Kutch Kanoon And Crime

હની ટ્રેપ મામલે પકડાયેલા વધુ બે આરોપીઓ દસ દિવસના રિમાન્ડ પર

Kutch Kanoon And Crime

Leave a comment