Kutch Kanoon And Crime
Breaking NewsIndiaSpecial Story

ઘરમાં જ પરિવાર સાથે રહીને સોશિયલ ડિસ્ટન્સીની સલાહ આપનાર બીગ બી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવતા અનેક સવાલ ઉભા થયા

દેશની સેલિબ્રિટી ગણાતા બીગ બી એવા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત લથડતાં આજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે ચિંતાની બાબત એ છે કે શ્રી બચ્ચનના મેડિકલ ટેસ્ટમાં તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે તેથી સવાલ એ થાય છે કે જે વ્યક્તિ સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા હોય અને પરિવાર સાથે ઘરમાં જ રહેતા હોવા છતાં કયા કારણે કોરોના સંક્રમિત થયા હશે..? આ કેસ ઉપરથી કોરોના મહા બીમારી કેટલી ખતરનાક છે તેનો અંદાજો લગાવી શકાય શ્રી બચ્ચન ઝડપથી સાજા થાય એમ આપણે સૌ શુભેચ્છા પાઠવીએ પરંતુ લોકડાઉન પછી અનલોમ-1 અને હવે અનલોક-2 ના સમયગાળામાં શ્રી બચ્ચન જેવી હસ્તીઓ કોરોના સંક્રમિત થતી હોય તો આ બીમારીની ગંભીરતા આપણે સૌએ સમજવાની ખૂબ જરૂર છે અનલોકના પગલે આપણે સૌ ગંભીરતાને ભૂલી ગયા છીએ તેનું પરિણામ શું આવી શકે તે આપણે હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. એટલે ડો ગજ કઈ દુરી અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. વધુ વિગતો એવી મળી રહી છે કે અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ આવ્યો છે

નિતેશ ગોર – 9825842334

Related posts

ધર્મ – સેવા – માનવતા થકી ભારતનું ભવિષ્ય ઉજળૂ છે. – પૂ. મોરારી બાપુ

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપી પોલીસ કર્મચારીઆેને ફરજમાંથી ડિસમિસ કયારે કરાશે

Kutch Kanoon And Crime

ભારતદેશે એથ્લેટીકસમાં 100 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યું

Kutch Kanoon And Crime

Leave a comment