કચ્છ જિલ્લામાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 11 કેસ આવ્યા બાદ રાત્રે કોરોના પોઝિટિવ એક મહિલાનું મૃત્યુ થતા કચ્છમાં કોરોના મૃત્યુના કેસની સંખ્યા આઠ પર પહોંચી છે મુન્દ્રા ખાતે રહેતા અને અમદાવાદથી આવેલા સવિતાબેન પટેલ નામના વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુન્દ્રા ખાતે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ વૃદ્ધાને હાઈપર ટેન્શનની બીમારી પણ હતી જેમનું સારવાર દરમિયાન ગત રાત્રે મૃત્યુ થયું હતું એ સાથે જ કચ્છમાં કોરોના પોઝિટિવ મૃત્યુની સંખ્યા સાત પર પહોંચી છે નોંધનીય છે કે કચ્છમાં BSFના જવાનો સુધી કોરોના મહામારી પહોંચી છે ગઈ કાલે એક જ દિવસમાં 11 જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવતા કચ્છમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 143 પહોંચ્યો છે લોકડાઉન બંધ અને અનલોકમાં થયુ ત્યાર બાદ કચ્છમાં વધુ 50 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે તેમાં પણ સુરક્ષા કર્મચારીઓમાં કોરોના બીમારી ચિંતા વધારી દીધી છે
નિતેશ ગોર : 9825842334