ગત વર્ષ ૧૪મી જૂન 2019ના રોજ મસ્કા ગામે આશિષ જોશી નામના યુવાનની થયેલી હત્યા સંદર્ભે ફરાર થઇ ગયેલ આરોપીઓ પૈકી મૂળ પંજાબનો પરંતુ માંડવી રહેતા સુખવિંદર સિંગ જાટ નામના યુવાનને ગુજરાત ATSની ટીમે પૂર્વ બાતમીના આધારે સામખીયાળી ટોલનાકા પાસેથી પકડી પાડયાનું જાણવા મળે છે સુખવિંદર સિંઘ જાટ પંજાબ નાસી ગયો હતો અને તે ફરીથી કચ્છમાં પ્રવેશી રહ્યાની બાતમી મડી જતા ગુજરાત ATSની ટીમે વોચ ગોઠવી આ આરોપીને પકડી પાડયાનું જાણવા મળ્યું છે આરોપી સુખવિંદરસિંઘ જાટ અબડાસાના કોઠારા ગામે રહેતો હતો ત્યારબાદ તેને માંડવી તાલુકામાં ખેતી શરૂ કરી હતી અને તે માંડવી રહેતો હતો હવે આ આરોપી પકડાઇ જતા મૃતક આશિષ જોશીની હત્યા પાછળ છુપાયેલા અનેક રહસ્ય ખુલવાની શક્યતા સાથે આશિષ જોશીની હત્યાના પડદા પાછળના કેટલાક તત્વોમાં હલચલ મચી ગઇ છે આગામી દિવસોમાં આશિષ જોશી હત્યા પ્રકરણમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતા જોવાય છે.
નિતેશ ગોર – 9825842334