ભુજ તાબેના નાના વરનોરા રહેણાંકના મકાનમાથી ગૌવંશ કતલનુ પકડી પડાયું છે પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે રખડતી ભટકતી ગાયો તથા ગૌવંશ પકડીને ગેર કાયદેસર રીતે ગૌવંશનું કતલ કરી ગૌ માંસનું વેચાણ કરનાર ઈશમને પકડી લીધો છે. જ્યારે બે ઈશમ નાશી ગયા છે. આ અંગે પોલીસ ઈન્સપેકટર આર.એન. ખાંટે જણાવ્યું હતું કે, બી/ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા તથા પો.હેડ.કોન્સ હરિશચંદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે નાના – વરનોરા ગામે ઇબ્રાહીમ લાલમામદ મોખા પોતાના રહેણાંકના મકાનમાં રખડતી ભટકતી ગાયો તથા ગૌવંશ પકડીને ગેર કાયદેસર રીતે ગૌવંશનું કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. ત્યારે પો.ઇન્સ આર.એન.ખાંટ તેમજ પો.સબ.ઇન્સ એ.એન.ભાદ બાતમી સ્થળે પહોંચી દરોડો પાડતા દાઉદ ઇબ્રાહીમ મોખાને મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે (1) ઇબ્રાહીમ લાલમામદ મોખા (2) સલીમ લતીફ પટેલ રહે . બધા નાના – વરનોરા તા.ભુજ દરોડા દરમ્યાન નાશી ગયા હતા. તો ગૌવંશ જીવ બે (એક ગાય તેમજ વાછરડી) પાંજરાપોળમા મોકલાવેલ છે . એમ કુલ મુદામાલ રૂપિયા 65,500/- કબ્જે કર્યા હતો. સુભાષ ત્રિવેદી બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભ તોલંબીયા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ, તેમજ શ્રી જે.એન. પંચાલ. ના.પો.અધિ.શ્રી ભુજ વિભાગ, ભુજના ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાની બદીને પકડી સંપુર્ણ નેસ્ત નાબુત કરવા સારૂ આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એન. ખાંટ, પો.સબ.ઇન્સ એ.એન.ભટ્ટ, એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા, નીરૂભા ઝાલા પો.હેડ.કોન્સ હરીશચંદ્રસિંહ જાડેજા, પો.કોન્સ. સુરજભાઇ વેગડા તથા સુરસિંહ રાજપુત તેમજ યુ.પો.કોન્સ. કીરણબેન બાટવા સહિતપોલીસ સ્ટાફે સફળ કામગીરી કરી છે.
નિતેશ ગોર – 9825842334