Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

માધાપરનું દિવ્યાંગ વિદ્યાવિહાર 3 ડિસેમ્બરે શરણાઈના સૂરથી ગુંજી ઉઠશે : પ્રજ્ઞાચક્ષુ લક્ષ્મીના લગ્નને દાતાઓએ ભેટો આપી કન્યાના પિયરનું સ્થાન શોભાવ્યું…

માધાપર મધ્યે આવેલ દિવ્યાંગ વિદ્યાવિહાર ખાતે આગામી 3 ડિસેમ્બરના રોજ શરણાઈના સૂર ગુંજી ઉઠશે. દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ અને દિવ્યાંગ વિદ્યાવિહારના સંયુક્ત સહયોગથી વિદ્યાવિહારની રહેવાસી પ્રજ્ઞાચક્ષુ લક્ષ્મીના લગ્નનું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. લક્ષ્મી આગામી 3 ડિસેમ્બરના રોજ પ્રવીણ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જીવનની નવી સફર શરૂ કરવા જઈ રહી છે. આ પ્રસંગને યાદગાર બનાવવા અને કન્યાના પિયર પક્ષની લાગણીસભર ખોટ પૂરી થાય તેવા ઉમદા ભાવ સાથે ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પીંગલેશ્વર ગ્રુપ દ્વારા લક્ષ્મીને લગ્ન પ્રસંગે ભેટસ્વરૂપે કપડાં તેમજ ઘરવખરીની વિવિધ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. દાતાઓના આ ઉમદા સહયોગથી લગ્ન પ્રસંગે કન્યાના પિયરનું સ્થાન શોભાવવામાં આવ્યું છે અને લક્ષ્મીના જીવનમાં ખુશીની નવી ક્ષણો ઉમેરવામાં આવી છે. આ સેવાકાર્યમાં ગોદાવરીબેન ઠક્કર, નયનાબેન ગૌસ્વામી, વંદનાબેન ભાવસાર, મીરાબેન જેઠી, દિવ્યાબેન પરમાર, મરિયમબેન, રીતિકાબેન ઠક્કર, જ્યોતિબેન, નીતાબેન ચાવડા, રીટાબેન ગૌસ્વામી, રક્ષાબેન માણેક તથા સેજલબેન સોલંકીનો દાતાઓ તરીકે ખાસ સહયોગ રહ્યો છે.

દિવ્યાંગ વિદ્યાવિહારની રહેવાસી લક્ષ્મીના લગ્ન પ્રસંગે સહયોગી સંસ્થાઓ અને દાતાઓએ આગળ આવી માનવતા, સેવાભાવ અને સામાજિક સંવેદનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આવા સત્કાર્યોમાં હંમેશાં સહયોગ આપતાં ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પીંગલેશ્વર ગ્રુપ દ્વારા આવનાર સમયમાં પણ સમાજમાં જરૂરિયાતમંદ લોકો માટે આવા સેવાકીય કાર્યો સતત કરવામાં આવશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગ માત્ર લગ્નની ઉજવણી નહીં, પરંતુ સમાજના સહકાર, લાગણી અને માનવતાની સુંદર અભિવ્યક્તિ બની રહેશે.

અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ

Related posts

“આજ કાલ”ના ઉગી નીકળેલા યુ ટ્યુબ ન્યૂઝ ચેનલો સામે પણ થઈ શકે છે બદનક્ષીનો દાવો..!?

Kutch Kanoon And Crime

ભુજની કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર કક્ષાના યુવાન અધિકારી અજીતસિંહ જાડેજાનું નિધન થતા કચેેરીમાં શ્રધાંજલી અપાઈ

મુન્દ્રા પોલીસની સફળ પેટ્રોલીંગ… બાઇક અને કેબલ ચોર ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment