Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

કચ્છ ભાજપના દિવાળી સ્નેહમિલનમાં શક્તિ પ્રદર્શનની રાજકીય હોડમા છ ધારાસભ્યોની વચ્ચે વાસણભાઈ આહિરની દમદાર એન્ટ્રીની ચર્ચા…

પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પરિવાર દ્વારા યોજાયેલ સ્નેહ મિલનમાં હજારો કાર્યકરોની હાજરી અને કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિએ રાજકીય વર્તુળોમાં મચાવી હલચલ ; છ ધારાસભ્યો દ્વારા યોજાયેલ સ્નેહ મિલનની સરખામણીએ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું શક્તિ પ્રદર્શન ચર્ચામાં રહ્યું, જ્યારે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની લોકચાહના સામે અન્ય નેતાઓની લોકચાહના ઝાંખી પડ્યાની રાજકીય ચર્ચા…

કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવાના હેતુથી એકસાથે યોજાયેલા સ્નેહમિલનો હવે માત્ર શુભેચ્છા મુલાકાત પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના સંદર્ભમાં રાજકીય શક્તિના સરવાળા-બાદબાકીનું માધ્યમ બની ગયા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સ્નેહમિલનોમાં ઉમટેલી ભીડ, કાર્યકરોનો ઉત્સાહ અને નેતાઓની હાજરીએ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ કરાવ્યા છે. કચ્છના છ વિધાનસભા ક્ષેત્રોમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા યોજાયેલા સ્નેહમિલનોમાં સમર્થકોની હાજરી અને કાર્યકરોના ઉત્સાહને લઈને રાજકીય માપદંડો લગાવવામાં આવી રહ્યા છે. એક જ તારીખ અને લગભગ એક જ સમયમાં યોજાયેલા આ કાર્યક્રમો પાછળ પણ રાજકીય ગણતરીઓ હોવાની ચર્ચા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્તમાન ધારાસભ્યો પોતાની લોકચાહના, સંગઠન પરની પકડ અને કાર્યકરોમાં પોતાની સ્વીકાર્યતા દર્શાવવા માગતા હોય તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જોકે, આ છ કાર્યક્રમોની વચ્ચે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સ્નેહમિલનમાં જોવા મળેલી કાર્યકરોની હાજરીએ પણ ખાસ ધ્યાન ખેંચ્યું છે. પાંચ ધારાસભ્યોની સરખામણીએ એક ધારાસભ્યના કાર્યક્રમની શક્તિ અંગે થયેલી ચર્ચાઓએ રાજકીય સમીકરણોને વધુ રસપ્રદ બનાવ્યાં છે. પરંતુ આ તમામ રાજકીય શક્તિ પ્રદર્શન વચ્ચે સૌથી વધુ ચર્ચા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પરિવાર દ્વારા યોજાયેલા સ્નેહમિલનની થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીઓથી લઈને કચ્છના સ્થાનિક રાજકીય અગ્રણીઓ સુધીના નેતાઓની ઉપસ્થિતિ અને હજારોની સંખ્યામાં ઉમટેલા કાર્યકરોના ઉત્સાહે આ કાર્યક્રમને વિશેષ રાજકીય મહત્વ આપ્યું છે. વાસણભાઈ આહિરની આ દમદાર એન્ટ્રીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. વર્તમાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પક્ષમાં રહીને પોતાની અલગ રાજકીય ભૂમિકા નિભાવતા નેતાઓ માટે પણ આ ભીડ અને લોકસમર્થન એક રાજકીય સંદેશ સમાન હોવાનું મનાય છે. ખાસ કરીને આગામી ચૂંટણીમાં કચ્છના રાજકીય સમીકરણોમાં વાસણભાઈ આહિરની ભૂમિકા કેટલી નિર્ણાયક બની શકે તેવા સવાલો ઊઠવા લાગ્યા છે. સ્નેહમિલનના માધ્યમથી કોણે કેટલી રાજકીય તાકાત બતાવી અને કોની પાછળ કેટલું જનસમર્થન છે તેની ચર્ચાઓ હવે ચોરે ને ચૌટે થઈ રહી છે. એક તરફ વર્તમાન ધારાસભ્યો પોતપોતાના ક્ષેત્રમાં સંગઠનાત્મક શક્તિ બતાવી રહ્યા છે, તો બીજી તરફ વાસણભાઈ આહિરના કાર્યક્રમમાં ઉમટેલી ભીડે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. તો કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા લોકસભા પરિવાર દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં પણ હજારોની ભીડ તેઓની લોકચાહના સાબિત કરી દીધી છે.

કચ્છના રાજકીય માહોલ “સ્નેહ મિલન”માં હવે એક જ ફિલ્મી સંવાદ ગુંજી રહ્યો છે… ‘ટાઇગર અભી જિંદા હૈ…

Related posts

રાપરના મોડપરના આધેડની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત : સાત દિવસની ભારે શોધખોળ બાદ ત્રંબો નજીકથી મળી લાશ…

Kutch Kanoon And Crime

ગત જૂન 2019માં મસ્કા ગામે આશિષ જોશી નામના યુવાનની હત્યા કરીને ફરાર થઈ ગયેલ એક પંજાબી યુવાન પકડાઈ ગયો

Kutch Kanoon And Crime

ભવિષ્યમાં આતંકી હુમલાને યુદ્ધ માનવામાં આવશે એવી શરત સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે તૈયાર : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કર્યું…

Kutch Kanoon And Crime

Leave a comment