Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

રણોત્સવ-૨૦૨૬-૨૭ને લઈ માંડવીમાં આયોજન બેઠક યોજાઈ…

પ્રવાસીઓને સુવિધા, સ્વચ્છતા, આરોગ્ય, ટ્રાફિક અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપાઈ..

રણોત્સવ-૨૦૨૬-૨૭ અંતર્ગત કચ્છ જિલ્લામાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ તેમજ મહાનુભાવોને સુવિધાસભર, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ મળી રહે તેમજ માંડવી તાલુકામાં પ્રવાસનને વધુ વેગ મળે તે હેતુથી માંડવી ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. માન. કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયા (IAS)ના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી માંડવી શ્રી અભિષેક આર. સિંહાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં માંડવી તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, હોટેલ સંચાલકો તેમજ સ્થાનિક વાહનચાલકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માંડવી તાલુકાના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ અને મહાનુભાવોની મુલાકાત દરમિયાન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા, રોડ-રસ્તાની સુવિધાઓ સહિતની વિવિધ વ્યવસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રણોત્સવ દરમિયાન કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી આવાસ વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય, કોમ્યુનિકેશન, રોડ અને ટ્રાફિક વ્યવસ્થા, વીજ પુરવઠો તેમજ મુખ્ય સ્થળોની વ્યવસ્થા સહિતની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પ્રાંત અધિકારીશ્રીએ તમામ સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સમયસર પૂર્ણ કરવા, વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવવા તેમજ પ્રવાસીઓ અને મહાનુભાવોને સુવિધાજનક અને સુરક્ષિત માહોલ મળી રહે તે માટે આગોતરું આયોજન કરી જરૂરી કામગીરી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત માંડવી તાલુકાના તમામ પ્રવાસન સ્થળોની યાદી તૈયાર કરવા, માંડવીની પ્રખ્યાત વાનગીઓ, સ્થાનિક લોકકલા અને સાંસ્કૃતિક પરંપરાઓ સહિતની માહિતી પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. માંડવીમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળે તે દિશામાં આયોજન કરવા તમામને તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં મામલતદાર માંડવી, તાલુકા વિકાસ અધિકારી માંડવી, માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર, માંડવી મરીન પોલીસના અધિકારીઓ તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક વ્યવસાયિકોમાં માંડવી હોટેલ એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો પણ બેઠકમાં જોડાયા હતા.

(અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી)

Related posts

પૂર્વ કચ્છમાં નકલી પી.આઈ. બની ફરતો શખ્સ અસલી પોલીસ પુત્રના હાથે ચડ્યો

Kutch Kanoon And Crime

ભચાઉના શિકારપુર ઓનર કિલિંગ ખૂન કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાવતા સરકારી વકીલ ડી.બી.જોગી અને હિતેન્દ્રસિંહ જાડેજા

સુખપર પાસે ટ્રક અને એક્ટિવા અકસ્માત : એક્ટિવા સવાર દાદી પૌત્રના મૃત્યું…

Leave a comment