Kutch Kanoon And Crime
AnjarBreaking NewsCrimeGujaratKutch

વરસામેડીનો જગા પચાણભાઈ રબારી ઝડપાયો : ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને સફળતા…

“MISSION FUGITIVE” હેઠળ અંજાર પોલીસે એક વર્ષથી ફરાર મિલકત સંબંધી ગુનાના લિસ્ટેડ આરોપીને ઝડપી પાડ્યો…

રાજ્યભરમાં મિલકત સંબંધી, શરીર સંબંધી, એન.ડી.પી.એસ., પ્રોહિબિશન તેમજ જુગારના ગુનાઓમાં લિસ્ટેડ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ચાલી રહેલા વિશેષ અભિયાન “MISSION FUGITIVE” અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ અંજાર પોલીસે છેલ્લા એક વર્ષથી મિલકત સંબંધી ગુનામાં નાસતો ફરતો લિસ્ટેડ આરોપી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા અંજાર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને સૂચના હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજાની સૂચના મુજબ પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ માહિતી તથા હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મિલકત સંબંધી ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો લિસ્ટેડ આરોપી જગા પચાણભાઈ રબારી, રહે. વરસામેડી ગામ, તા. અંજાર, કચ્છ, વરસામેડી વિસ્તારમાં હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપી..
જગા પચાણભાઈ રબારી, રહે. વરસામેડી ગામ, તા. અંજાર, કચ્છ.

નોંધાયેલ ગુનો…
અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11993003251490/2025, બી.એન.એસ.ની કલમ 61(2)(A), 336(2), 338, 336(3), 340(2) તથા 339 મુજબ…

આરોપીનો ગુનાહિત ઇતિહાસ…

* અંજાર પોલીસ સ્ટેશનના જમીન પચાવી પાડવાના અધિનિયમ હેઠળના બે ગુનાઓ.

* અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020નો IPC તથા જી.પી. એક્ટ હેઠળનો ગુનો.

* વર્ષ 2018માં IPCની વિવિધ કલમો હેઠળ બે ગુનાઓ.

* વર્ષ 2015માં IPCની વિવિધ કલમો હેઠળ નોંધાયેલ ગુનો.

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.એમ. ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનો જોડાયેલા રહ્યા હતા.

અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા…

Related posts

ભુજમાંથી ગેર કાયદેસર દેશી બંદૂક બનાવવાનું કારખાનું મળી આવ્યું : એક ઇસમ ઝડપાયો

Kutch Kanoon And Crime

અંજારમાં જગા રબારી દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર દાદાનો બુલડોઝર ફર્યું…

શેખપીર નજીક ગાંધીધામના વેપારીનું રહસ્યમય આકસ્મિક મોત : આત્મહત્યા કરવા જાઉં છું બોલતો વિડિયો વાયરલ થતા રહસ્ય ઘેરાયુ…

Kutch Kanoon And Crime

Leave a comment