Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

ભુજ હાટમાં મહિલાઓની ભજન હરીફાઈ યોજાઈ : ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું સમગ્ર પરિસર…

ભુજમાં આવેલ ભુજ હાટ ખાતે ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પીંગલેશ્વર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે સુંદર ભજન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. હરીફાઈમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની ભજન ગાયકીની પ્રતિભા રજૂ કરી હતી. આ ભજન હરીફાઈનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પોતાની અંદર રહેલી સંગીત અને ભજન ગાયનની પ્રતિભા રજૂ કરવા માટે એક સુંદર મંચ પૂરો પાડવાનો હતો. હરીફાઈ દરમિયાન બહેનોએ અંતરા અને મુખડાના ભજનો પોતાના સ્વરમાં રજૂ કર્યા હતા. એક પછી એક બહેનોએ ભાવસભર અને મધુર અવાજમાં ભજનોની રજૂઆત કરતાં સમગ્ર ભુજ હાટનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હરીફાઈમાં ભાગ લેનાર બહેનોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની રજૂઆત કરી હતી.   ભજનોની સુંદર રજૂઆતથી ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાઓ પણ ભાવવિભોર બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના સાથે સંગીતનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. હરીફાઈમાં નિર્ણાયક તરીકે બેલાબેને જવાબદારી નિભાવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોની રજૂઆત, ગાયકી, સ્વર અને ભજનની રજૂઆતને ધ્યાનમાં રાખીને તેમણે ખૂબ જ સુંદર રીતે નિર્ણય જાહેર કર્યો હતો. હરીફાઈમાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા બહેનોને ગોદાવરીબેન ઠક્કરના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હરીફાઈમાં ભાગ લેનારી તમામ બહેનોનો ઉત્સાહ વધારવા માટે તેમને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન દરમિયાન મહિલાઓમાં રહેલી કલાત્મક અને સંગીત પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો સુંદર પ્રયાસ જોવા મળ્યો હતો. ભજનની મધુર ધૂન અને બહેનોની ભાવસભર રજૂઆતથી ભુજ હાટનું સમગ્ર વાતાવરણ જાણે ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ સ્પર્ધકો, નિર્ણાયક, અતિથિઓ અને સહયોગી બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાઓને સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડવાના આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ યોજાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા…

Related posts

માંડવી “ઘઉં કાંડ”માં આખરે પડઘા પડ્યા

પૂર્વ ક્ચ્છના નામાંકિત વકીલ હેતલ સોનપાર અને વિનોદ મકવાણાની દલીલો કામે લાગી : બે અલગ અલગ કેશોમાં જામીન મુક્ત કરાવ્યા

Kutch Kanoon And Crime

ભચાઉ નગરનાં રહેઠાણ વિસ્તાર અને ચારેય તરફ ધમધમતા એરીઆ વચ્ચે ફટાકડા બજારને મંજુરી આપનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુવાત કરાઈ…

Kutch Kanoon And Crime

Leave a comment